‘મિસિસ ઈન્ડિયા રાજસ્થાન’ પ્રિયંકાએ બિઝનેસમેન સાથે બાંધ્યા અંગત સંબંધ, તેના ઘરમાં જ રહેતી ને.....
જયપુરઃ 2019માં ‘મિસિસ ઈન્ડિયા રાજસ્થાન’ બનેલી પ્રિયંકા ચૌધરી નામની યુવતીએ જયપુરના એક બિઝનેસમેન સાથે અંગત સંબંધ બાંધ્યા હતા. એ પછી તેણે બિઝનેસમેન પાસેથી નિયમિત રીતે નાણાં પડાવવા માંડ્યાં હતાં. બિઝનેસમેને લાખો રૂપિયા આપ્યા પછી પ્રિયંકાની નજર બિઝનેસમેનના મોંઘા પ્લોટ પર પડી હતી અને આ પ્લોટ પોતાના નામે કરી દેવા દબાણ શરૂ કર્યું હતું. પ્લોટ ના આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીથી ત્રાસીને બિઝનેસમેને પોલીસ ફરિયાદ કરતાં તેની ધરપકડ કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્યામનગર પોલીસે તેને 2 દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરતાં પ્રિયંકા ચૌધરીએ કબૂલ્યું છે કે, વૈભવી જીવન જીવવાનો શોખ પૂરો કરવા માટે બિઝનેસમેન સાથે સંબંધ બાંધ્યા હતા અને પછી તેને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને 400 વારનો પ્લોટ આપવાનું દબાણ કરવા લાગી હતી. બિઝનેસમેનને ડરાવવા માટે પ્રિયંકાએ ગયા મહિને શ્યામનગર પોલીસ સ્ટેશનમાં બિઝનેસમેન સામે મારપીટનો કેસ નોંધાવ્યો હતો.
પ્રિયંકા ચૌધરી ટોંક જિલ્લાના પીપલુ તાલુકાની રહેવાસી છે. 14 વર્ષ અગાઉ 2008માં તેના લગ્ન થયા હતા. તે સરકારી સ્કૂલમાં ભણી છે અને તેના પતિ રાજસ્થાન પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે અને હાલ ટોંકમાં જ ફરજ પર છે. પ્રિયંકાએ લગ્ન પછી એલએલબીનો કોર્સ કર્યો. તેને બે પુત્રીઓ પણ છે.
પ્રિયંકાનો 2016માં બિઝનેસમે ઘાસીલાલ ચૌધરી સાથે પરિચય થયો હતો. ઘાસીલાલ લોખંડનો વેપાર કરે છે અને ટોંકના છે. તેઓ જયપુરમાં પાર્શ્વનાથ કોલોનીમાં રહે છે. પ્રિયંકા અને બિઝનમેસમેન પત્ની બંને એક જ ગામનાં હોવાથી પ્રિયંકાને મકાન આપ્યું હતું. પ્રિયંકાએ ધીમે ધીમે ઓળખાણ વધારીને તેની સાથે અંગત સંબધ બાંધ્યા હતા. પ્રિયંકા થોડા દિવસથી બિઝનેસમેન પર 400 વારનો પ્લોટ આપવા દબાણ કરી રહી હતી. વેપારીએ પ્લોટ આપવાની ના પાડી ત્યારે દબાણ વધારવા માટે તેણે મારપીટનો કેસ પણ કર્યો હતો. એ વખતે તેણે રિપોર્ટમાં બળાત્કારનો આક્ષેપ નહોતો કર્યો.