RBI in G20 Summit: G-20 સમિટ માટે તૈયાર છે RBI પેવેલિયન, ભારત મંડપમમાં e-RUPI પર અપાશે ખાસ ધ્યાન
G20 Summit: રાજધાની દિલ્હી G20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ખાસ અવસર પર રિઝર્વ બેંકે દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં તેનો ભવ્ય પેવેલિયન તૈયાર કર્યું છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજધાની દિલ્હી જી20 સમિટની યજમાની કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમિટ માટે દિલ્હીના પ્રગતિ મેદાનમાં 'ભારત મંડપમ' તૈયાર કરવામાં આવ્યું છે.
'ભારત મંડપમ'માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ભવ્ય પેવેલિયન પણ તૈયાર કરવામાં આવ્યું છે. આરબીઆઈ તેના પેવેલિયનમાં નાણાકીય ક્ષેત્રમાં ભારતની નવી નાણાકીય ટેકનિકનું પ્રદર્શન કરશે
આમાં ખાસ ધ્યાન e-RUPI પર રહેશે. e-RUPI એ રિઝર્વ બેંકની સત્તાવાર ડિજિટલ કરન્સી છે. નોંધનીય છે કે ક્રિપ્ટોકરન્સીને પડકારવા માટે આરબીઆઈએ e-RUPI લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે.
આ સિવાય RBIનું ફોકસ ગ્રામીણ ક્રેડિટ વધારવા પર પણ છે. આ માટે પબ્લિક ટેક પ્લેટફોર્મ (પીટીપી) પણ દર્શાવવામાં આવશે.
આ ઉપરાંત તમામ મહેમાનોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને ડેરી લોન માટેની સરળ લોન મંજૂરી પદ્ધતિઓ પણ બતાવવામાં આવશે.
આ ઉપરાંત તમામ વિદેશી મહેમાનોને ભારતમાં બેન્ક એકાઉન્ટ ન હોવા છતાં પણ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા મળશે. આ સાથે આરબીઆઈ વિશ્વના 20 દેશોના પ્રતિનિધિઓ સમક્ષ યુપીઆઈ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં સફળ રહેશે.