G20 Summit: પીએમ મોદી આ રીતે જો બિડેન, ઋષિ સુનક અને ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા, જુઓ તસવીરો
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા વિશ્વ નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી અને વિવિધ મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં વાર્ષિક G20 સમિટના સત્રને સંબોધતા મોદીએ કહ્યું હતું કે આબોહવા પરિવર્તન, કોવિડ-19 રોગચાળા અને યુક્રેનની કટોકટીને કારણે ઊભા થયેલા વૈશ્વિક પડકારોએ વિશ્વમાં પાયમાલી સર્જી છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ વિક્ષેપિત કરી છે.
PMOએ ટ્વીટ કર્યું કે G20 સમિટની શરૂઆત પર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ટૂંકી ચર્ચા થઈ. G20 સમિટની વચ્ચે વડા પ્રધાન મોદી બુધવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને બાલીમાં G20 સમિટ દરમિયાન વાતચીત કરી હતી.
મોદી બ્રિટનના વડાપ્રધાન સુનકને પણ મળ્યા હતા. ગયા મહિને સુનકે પદ સંભાળ્યું ત્યારથી બંને વચ્ચે આ પ્રથમ સામ-સામે વાતચીત હતી. પીએમઓએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે બાલીમાં જી-20 સમિટના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનકે ચર્ચા કરી.
તેઓ સેનેગલના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ મેકી સાલને પણ મળ્યા હતા. વડાપ્રધાન મોદી નેધરલેન્ડના રાષ્ટ્રપતિ માર્ક રુટેને પણ મળ્યા હતા.