જાણો કેમ બંધ રહે છે કુતુબ મિનારના દરવાજા.... આના પાછળ છે 43 વર્ષ જુનું એક ડરાવનારું કારણ
દર વર્ષે લગભગ 30 થી 40 લાખ પ્રવાસીઓ ભારત તેમજ વિશ્વભરમાંથી કુતુબ મિનાર જોવા આવે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7
Qutub Minar History: દેશની રાજધાની દિલ્હીમાં ફરવા આવતા લોકો કુતુબ મિનારની મુલાકાત ચોક્કસ લે છે, પરંતુ કુતુબમિનારના બંધ દરવાજાનું રહસ્ય કોઇ નથી જાણતું કે, શા માટે આ દરવાજાને બંધ રાખવામાં આવે છે ? જાણો અહીં આ આર્ટિકલમાં તેની પાછળનું ખાસ રહસ્ય....
2/7
કુતુબ મિનારનું નિર્માણ કુતુબ ઉદ-દિન ઐબક, ઇલ્તુત્મિશ, ફિરોઝ શાહ તુગલક, શેર શાહ સૂરી અને સિકંદર લોદી જેવા શાસકો દ્વારા તેમના સંબંધિત શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. તે દિલ્હીના મહેરૌલીમાં આવેલું છે. દર વર્ષે લગભગ 30 થી 40 લાખ પ્રવાસીઓ ભારત તેમજ વિશ્વભરમાંથી કુતુબ મિનાર જોવા આવે છે. જો કે, આજે તમે તેને ફક્ત બહારથી જ જોઈ શકો છો. તેની અંદર કોઈને જવાની પરવાનગી નથી.
3/7
જો કે લગભગ 43 વર્ષ પહેલા આવું નહોતું. તે સમયે પ્રવાસીઓને પણ તેની અંદર જવા દેવામાં આવ્યા હતા. ચાલો હવે જાણીએ કે 43 વર્ષ પહેલા એવું શું થયું કે કુતુબ મિનારના દરવાજા હંમેશા માટે બંધ કરવા પડ્યા.
4/7
આ દિવસ હતો 4 ડિસેમ્બર 1981નો શુક્રવાર હોવાથી કુતુબ મિનાર પ્રવાસીઓથી ભરચક હતો. દરેક જગ્યાએ લોકોના ટોળે ટોળા હતા. કુતુબ મિનારની અંદર પણ ઘણા લોકો હાજર હતા, પરંતુ પછી કંઈક એવું બન્યું કે દરેક જગ્યાએથી માત્ર ચીસો સંભળાઈ.
5/7
તે સમયે સવારના સાડા અગિયાર વાગ્યા હતા. કુતુબ મિનારની અંદર લોકોની ભીડ વધવા લાગી. ત્યારે અચાનક ટાવરની અંદરની લાઈટો જતી રહી. આ દરમિયાન ટાવરની અંદર લગભગ 500 લોકો હતા.
6/7
લાઈટો ગુલ થતા જ લોકો ગભરાઈ ગયા હતા. ત્યારે કોઈએ ભીડમાં અફવા ફેલાવી કે કુતુબ મિનાર પડી રહ્યો છે. સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ હતી અને લોકો તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. કુતુબ મિનારની અંદર ભાગદોડ મચી ગઈ હતી, લોકો એકબીજા પર ચઢી રહ્યા હતા અને કોઈપણ રીતે કુતુબ મિનારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
7/7
નાસભાગ શમી ત્યારે અંદરનું દ્રશ્ય ભયાનક હતું. ત્યાં ઘણા લોકો ઘાયલ અને મૃત હાલતમાં પડ્યા હતા. તત્કાલીન અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે આ નાસભાગમાં 45 લોકો માર્યા ગયા હતા. જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. આ જ કારણ છે કે ત્યારથી કુતુબમિનારના દરવાજા બંધ છે.
Published at : 31 Jan 2024 01:03 PM (IST)