General Ticket: ટ્રેનની જનરલ ટિકિટ લેવી થઇ સરળ, એક એપથી ઘરે બેઠા બુક કરી શકશો
General Ticket: જનરલ ટિકિટ ખરીદવા લોકો લાંબી કતારોમાં ઉભા રહે છે. મોટાભાગના લોકો આનાથી પરેશાન થઈ જાય છે. પરંતુ હવે તમે ઘરે બેઠા જ જનરલ ટિકિટ બુક કરી શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તેમાંથી મોટાભાગના લોકો જનરલ ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરે છે
અગાઉ જનરલ ટિકિટ લેવા માટે રેલવે સ્ટેશન જવું પડતું હતું, પરંતુ હવે ભારતીય રેલવેએ UTS એપ શરૂ કરી છે, જેની મદદથી લોકો ઘરે બેઠા જ જનરલ ટિકિટ બુક કરી શકશે.
સૌ પ્રથમ પ્લે સ્ટોર પરથી UTS એપ ઇન્સ્ટોલ કરો પછી તમારી કેટલીક માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરાવો
યુટીએસ એપમાં લોગિન થતાંની સાથે જ જનરલ ટિકિટનો વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ તમારી કેટલીક વિગતો દાખલ કરો.
વિગતો ભર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરો અને Get Fair પર જાઓ અને ચુકવણી કરો. તમે સ્ક્રીન પર તમારી ટિકિટ જોઇ શકશો.
જો તમે સ્ટેશનની નજીક છો, તો તમે સ્ટેશન પરિસરની બહારથી જ ટિકિટ બુક કરી શકો છો.