Ginger Milk Benefits: કોરોના કાળમાં સૂંઠ અથવા આદુવાળુ દૂધ ગળામાં ખરાશ સહિતની આ સમસ્યાથી આપશે છુટકારો
સૂંઠવાળું દૂધ સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને દૂર કરવામાં કારગર છે. ખાસ કરીને શિયાળામાં એક ગ્લાસ સૂંઠવાળું દૂધ પીવાથી એક અનેક ફાયદા થાય છે. હૂંફાળા સૂંઠવાળા દૂધના ફાયદા જાણીને આપ પણ દંગ રહી જશો. તો ચાલો જાણીએ આ પ્રયોગથી શરીરની કઇ કઇ સમસ્યાને દૂર કરી શકાય છે. સૂંઠ એક એવી ચીજ છે. જે અનેક બીમારીથી છૂટકારો આપે છે. હૂંફાળા દૂધમાં એક ચમચી સૂંઠનો પાવડર મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યાને દૂર કરી શકાય છે. કબજિયાતની સમસ્યામાં સૂંઠવાળું દૂધ રામબાણ ઇલાજ છે. આ સાથે જો પાચનતંત્રને લગતી સમસ્યા થતી હોય તો પણ આ ટિપ્સ કારગર નિવડે છે. સૂંઠ પેટ ફૂલવાની સમસ્યામાં પણ કારગર ઇલાજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગળાની ખરાશમાં ફાયદો: જો આપને ગળાની ખરાશની સમસ્યા થતી હોય તો સૂંઠનો પાવડર આપના માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.સૂંઠને દૂઘમાં મિક્સ કરીને પીવાથી અથવા તો સૂકો પાવડર ગળી જવાથી પણ ગળામાં ખરાશથી રાહત મળે છે.
સાંધાના દુખાવામાં રાહત: સૂંઠવાળું દૂધ પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. રાત્રે સૂતા પહેલા સૂંઠવાળું હૂંફાળું દૂધ પીવામાં આવે તો થોડા જ દિવસમાં સાંધાના દુખાવામાં રાહત જણાશે. ઉપરાંત ગરમ પાણીમાં સૂંઠ મિકસ કરીને નિયમિત સેવન કરવાથી ગઠિયા જેવી બિમારીથી પણ મુક્તિ મળી શકે છે.
હેડકીમાં અસરદાર:જો આપને સતત હેડકી આવતી હોય તો હેડકીની સમસ્યામાં પણ પ્રયોગ કારગર નિવડે છે. હેડકીને બંધ કરવા માટે સૂંઠને દૂધમાં મિકસ કરીને ઉકાળી લો ત્યારબાદ તે ઠંડુ પડ્યાં બાદ તેનું સેવન કરો થોડી જ મિનિટોમાં હેડકી બંધ થઇ જશે.
બોડી ડિટોક્સ કરવામાં ફાયદા:રક સૂંઠવાળા દૂધનું સેવન કરવાથી શરીરમાં ઉત્પન થતા ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે. સૂંઠવાળા દૂધમાં મધ મિક્સ કરવાથી તે વધુ પૌષ્ટિક બને છે, જેના સેવનથી શરીરને વધુ ફાયદો મળે છે.