ઉત્તરાખંડના ચમોલીમાં 7 વર્ષ બાદ ફરી પ્રાકૃતિક આફત, ગ્લેશિયર તૂટતા જિંદગી અસ્તવ્યત, જુઓ ભયંકર દ્વશ્યો
ગંગા કિનારે વસેલા તમામ જિલ્લામાં નદીના જળસ્તર પર નજર રાખવા નિર્દેશ આપ્યા છે. જળસ્તર વધતા 2 પૂલ તૂટી ગયા છે, લોકોને અફવાથી દૂર રહવાની અપીલ કરાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNDRFની કેટલીક ટીમો દેહરાદૂનથી જોશીમઠ મોકલવામાં આવી છે. દિલ્હીથી એરલિફ્ટ કરીને કેટલીક ટીમોને દેહરાદુન મોકલવામાં આવી રહી છે.
તપોવન બંધ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને પણ નુકસાન પહોંચ્યું છે. પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગે ઘટતું કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નિચાણવાળા વિસ્તારમાં આઇબીટીના 200થી વધુ જવાનો સહિત એસડીઆરજીની દસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હરિદ્રાર, શ્રીનગર, ઋષિકેશમાં એલર્ટ આપી દેવાયુ છે. રાજ્યના મુખ્યમંત્રી ખુદ રાહત અને બચાવ કાર્યની પળ પળની માહિતી મેળવી રહ્યાં છે.
ચમોલીના રૈણી ગામના ઉપરવાળા વિસ્તારમાં ગ્લેશિયર તૂટ્યો છે. જેના પગલે ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. તપોવન બૈરાજમાં પણ પાણી ભરાયા ગયું છે.
જોશીમઠના એસડીએમ કુમકુમ જોશીના જણાવ્યાં મુજબ નદીમાં મલબો ભરાઇ જતા. ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું છે. આસપાસના ગામને ખાલી કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
ગ્લેશિયર તૂટવાથી ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે.તો બીજી તરફ અનેક મકાન તણાયાની પણ આશંકા સેવાઇ રહી છે. ગ્લેશિયર તૂટતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે.
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં માટો પ્રમાણમાં જાન અને માલ હાનિ થઇ છે. ગ્લેશિયર ફાટતાં 150થી વધુ લોકો તણાયા છે. જેની શોધ ચાલું છે. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની અને એસડીઆરએફ સહિત સેનાની મદદ લેવાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -