Health Tips: શું તમે પણ ગરમીમાં પીવો છો ચા-કોફી? સરકારે જાહેર કરી એડવાઇઝરી
કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ચા, કોફી, ઠંડા પીણા અને દારૂ પીવાથી દૂર રહેવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં તેનું કારણ પણ જણાવવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે સલાહ આપી છે કે સોફ્ટ ડ્રિંક્સ, કોફી, ચા અને આલ્કોહોલ જેવા પીણાં પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે હાઈ પ્રોટીન ફૂડ ન ખાવા જોઇએ. તેમજ સ્ટ્રીટ ફૂડ ખાવાનું પણ ટાળવું જોઇએ. ઘરમાં રસોઈ બનાવતી વખતે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો.
જો તમને તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીઓ. હળવા રંગના, સુતરાઉ કપડા પહેરો. તડકામાં બહાર જતી વખતે ચશ્મા, છત્રી/ટોપી, જૂતા અથવા ચપ્પલનો ઉપયોગ કરો.
જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે બહાર જવાનું ટાળો. મુસાફરી દરમિયાન પાણી સાથે રાખો. આલ્કોહોલ, ચા, કોફી અને ઠંડા પીણા પીવાનું ટાળો. ઉચ્ચ પ્રોટીન ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.
જો તમે બહાર કામ કરો છો તો કેપ અથવા છત્રીનો ઉપયોગ કરો અને તમારા માથા અને ચહેરાને હળવા સુતરાઉ કપડાથી ઢાંકો, જો તમે બીમારી અનુભવો છો તો તરત જ ડૉક્ટરની સલાહ લો, લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાશ વગેરે પીવાનું રાખો
તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે પંખાનો ઉપયોગ કરો. ભીના કપડા પહેરો અને ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરો.