Gulmarg Snow Fall: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બરફવર્ષા, તસવીરોમાં જુઓ શાનદાર નજારો
Gulmarg Snow Fall: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં પ્રથમ બરફવર્ષા થઈ હતી. ઊંચાઈવાળા વિસ્તારોમાં ફ્રેશ બરફવર્ષા થઈ છે. સોનમર્ગમાં લગભગ ત્રણ ઈંચ બરફવર્ષા થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષાએ પ્રવાસીઓમાં ઉત્સાહ ભરવાનું કામ કર્યું છે. દૂર-દૂરથી લોકો બરફવર્ષાની મજા માણવા આવી રહ્યા છે.
શ્રીનગર સહિત ઘાટીના મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઘણા સ્થળોએ બપોર સુધી વરસાદ/હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે. સાંજે હવામાનમાં થોડો સુધારો થવાની શક્યતા છે.
રસ્તાઓની સાથે પહાડો પર પણ ઘણી બરફવર્ષા થઈ છે. અત્યારે ટ્રાફિક સારી રીતે ચાલે છે.
સોમવારે, જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રિસોર્ટ સફેદ કંબલમાં લપેટાયુ હતું, કેમ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ બરફ અને વરસાદ પડ્યો હતો, જેના કારણે દિવસનું તાપમાન નીચે આવ્યું હતું.
કુપવાડામાં શ્રીનગર-તંગધાર રોડ પરના સાધના પાસમાં લગભગ બે ફૂટ જ્યારે માચિલમાં લગભગ પાંચ ઈંચ બરફ પડ્યો હતો.
હિમવર્ષા જોવા માટે પર્વતોની નજીક પણ થોડા લોકો જોઈ શકાય છે. લોકોને પણ આ સમય ઘણો પસંદ આવે છે.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લગભગ 9 થી 12 ઈંચ ફ્રેશ બરફવર્ષા નોંધાઈ હતી, એમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.