Gulmohar benefits:ગુલમહોરના આ ફાયદા જાણીને આપ દંગ રહી જશો.વાળની આ સમસ્યામાં છે રામબાણ ઇલાજ
Gulmohar benefits:ગુલમહોરનું વૃક્ષ દેખાવમાં જેટલુ સુંદર દેખાય છે તે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. વાળ ખરતા હોય કે સંપૂર્ણ વાળ જતા રહયાં હોય આ સમસ્યામાં ગુલમહોલના ફુલ રામબાણ ઇલાજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુલમહોરના પાન અને ફુલને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડર ગરમ પાણી સાથે માથા પર સપ્તાહમાં બે વખત લગાવવાથી થોડા સમયમાંથી વાળ ઉગવા લાગે છે અને સારો ગ્રોથ જોવા મળે છે.
ગઠિયાના દુખાવવામાં પણ ગુલમહોરના ફુલનો ઉકાળો રામબાણ ઇલાજ છે. આ સમસ્યામાં ગુલમહોરના ફુલને ગરમ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવીને પીવાથી ગઠિયાના દુખાવામાં પણ રાહત મળે છે. આ ઇલાજથી કોઇ સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સ પણ બહું ઓછા છે
પિરિયડના સમયમાં થતાં પેટના દુખાવમાં પણ ગુલમહોરના ફુલ રામબાણ ઇલાજ છે. આ સમયે તાજા ગુલમહોરના ફુલ ખાવાથી પિરિયડના દુખાવાથી રાહત મળે છે. આપ તેના સુકવી અને તેનો પાવડર કરીને પણ મધ સાથે લઇ શકો છો.
મોંમાં ચાંદા પડી ગયા હો તો પણ ગુલમહોરના પાનું ચૂર્ણ રામબાણ ઇલાજ છે. મઘ સાથે ગુલમહોરના ફુલનું ચૂર્ણ લેવાથી માઉથ અલ્સરથી રાહત મળે છે.
વિછીંના ઝેરમાં પણ ગુલમહોરના પાન સંજીવનીનું કામ કરે છે. જો વિછીં કરડ્યો હોય અને તાત્કાલિક કોઇ ઇલાજ કરવો શક્ય ન હોય તો પીળા ગુલમહોરના ફુલને પીસીને વીછીંના ડંખની જગ્યાએ લગાવી દેવાથી રાહત થાય છે. ઝેરની અસર ઓછી થવા લાગે છે. ડંખ સ્થાને આપ ગુલમહોરના ફુલનું ચુર્ણ પણ લગાવી શકો છો.