Hajj 2025: ભારતમાં હજ યાત્રીઓ માટે જાહેર કરાઇ નવી પોલિસી, જાણો શું છે ખાસ?
અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે હજ યાત્રીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓને તેમની સાથે એક સાથીને લઇ જવા ફરજિયાત કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી નીતિ હેઠળ જે લોકોની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ ઉંમર હશે એવા હજ યાત્રીઓના નામ એકલા રિઝર્વ કેટેગરીમાં નોંધવામાં આવશે નહીં.
આ વર્ષે સાઉદી અરેબિયાની ગરમીના કારણે હજયાત્રીઓ માટે હજ યાત્રા ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. આ દરમિયાન ઘણા મુસાફરોના મોત પણ થયા હતા. આવી સ્થિતિમાં મંત્રાલયે એક નીતિ બનાવી છે જેથી વૃદ્ધ લોકોને મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 65 કે તેથી વધુ વયના હજ યાત્રીઓના સાથીની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આ નીતિ માઇનોરિટી મિનિસ્ટ્રીએ મંગળવારે (6 ઓગસ્ટ, 2024) 2025ની હજ યાત્રાના યાત્રીઓ માટે જાહેર કરવામાં આવી છે.
નીતિમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે હજ ક્વોટાનો 70 ટકા હજ કમિટી ઓફ ઈન્ડિયા (HCOI) ની અંદર રહેશે અને બાકીનો 30 ટકા હજ ગ્રુપ ઓર્ગેનાઈઝેશન (HGO)ને આપવામાં આવશે.
ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ભારતીય હજ કમિટીના હજ ક્વોટામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને HGOનો હિસ્સો વધારવામાં આવ્યો છે. અગાઉ HCOI પાસે 80 ટકા હિસ્સો હતો અને HGO પાસે માત્ર 20 ટકા હિસ્સો હતો.