આ છે 1 હજારની એક કેરી, શું છે આ મેંગોની ખાસિયત, આ કારણે થઇ જાય છે પહેલાથી બુકિંગ
ઇંદોરથી લગભગ 250 કિલોમીટર દૂર ગુજરાત સીમા તટે અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા વિસ્તારમાં નૂરજહાં નામની કેરીની ખેતી થાય છે. આ નૂરજહાં કેરીની કિંમત 500 રૂપિયાથી માંડીને 1000 સુધી છે. શું છે આ કિમતી કેરીની ખાસિયત જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરીને ફળોના રાજા કહેવાય છે. ગરમીની સિઝનમાં લોકો તેની લિજ્જત માણે છે. કેરીની અનેક પ્રકારની છે. જો કે આ નૂરજહાં કેરીની અનોખી ખાસિયતના કારણે તે કિંમતી છે. આ કેરીની ખેતી મધ્યપ્રદેશના ઇંદોરથી લગભગ 250 કિલોમીટર દૂર ગુજરાત સીમા તટે અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા વિસ્તારમાં થાય
સ્થાનિક લોકોનો દાવો છે કે નૂરજહાં કેરી અફધાનિસ્તાની છે. શિવરાજ જાધલ નામના ખેડૂતે કહ્યું કે. ગત વર્ષથની સરખામણીમાં આ વર્ષે આ કેરીનું સારૂં ઉત્પાદન થયું છે. નૂરજહાં કેરીના એક નંગની કિંમત 500 રૂપિયાથી માંડીને 1000 સુધીની છે.
આ કેરીમાં એવી મીઠાશ છે કે. તેનું બુકિંગ પણ સિઝન પહેલા જ થઇ જાય છે. ખેડૂતે કહ્યું કે, કેરીના સૌથી વધુ ઓર્ડર ગુજરાત અને મધ્યપ્રદેશથી મળે છે. નૂરજહાંના આંબામં જાન્યુઆરીથી ફુલ આવવાનો શરૂ થાય છે. જૂનમાં તે પાકીને તૈયાર થાય છે. નૂરજહાં કેરીની એક ફૂટ સુધી લાંબી હોય છે. તેની ગોઠલીનું વજન 150થી 200 ગ્રામ હોય છે.
કેરીની ખેતી કરનાર ખેડૂત નિષ્ણાત ઇશાક મંસૂરનું કહેવું છે કે, આ વર્ષે કેરીનું સારૂ ઉત્પાદન થયું છે. જો કે કોવિડ-19ની મહામારીની માઠી અસર તેના વેચાણ પર પડી છે. 2020માં પ્રતિકૂળ જળવાયુ પરિસ્થિતિના કારણે પાક સારો ન હતો થયો. 2019માં સારો પાક ઉતર્યો હતો. ત્યારે એક કેરીનું વજન 2.75 કિલોગ્રામ હતુ અને એક કેરીનીકિંમત 1200રૂપિયા સુધીની હતી.