Benefits of Onion: ગરમીમાં ખાઓ કાચી ડુંગળી., સનબર્ન સહિત આ બીમારીમાં છે ફાયદાકારક
ડુંગળી જમીની અંદર થતું એક કંદમૂળ શાક છે. જેમાં ભરપૂર માત્રામાં માટીથી અવશોષિત તત્વ જોવા મળે છે. ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન એ, બી, સી અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. ડુંગળી આપણી શરીર પ્રણાલીને સાફ રાખે છે. ડુંગળીમાં કવેરસેટીન એક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હાનિકારક તત્વો સામે લડે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરમીમાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે. કારણ કે તેમાં ઠંડક દેય ગુણ હોય છે. તેમાં વોલેટાઇટ ઓઇલ હોય છે. જેનાથી શરીરનું ટેમ્પરેચર કન્ટ્રોલ કરે છે. આપ ડુંગળીને કાચાં સલાડને રૂપે કાચા ખાઇ શકે છે.
ડુંગળી ખાવાથી અપચો કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ડુંગળીમાં ફાઇબર અને પ્રીબાયોકટિક્સ હોય છે. જે ગેટ હેલ્થમાં ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે કોલેસ્ટ્રોલના લેવલને કંન્ટ્રોલ કરે છે.
જો આપ વધુ સમય સુધી તાપમાં કામ કરતાં હો તો આપને હીટ સ્ટ્રોલની સમસ્યા થઇ શકે છે. તેનાથી બચવા માટે રોજ કાચી ડુંગળી ખાવી જોઇએ. ડુંગળીના પેસ્ટને છાતી, કાનની પાછળ, માથામાં લગાવી શકાય છે.
ડુંગળી બ્લડ પ્રેશર અને બ્લડ શુગરને કન્ટ્રોલ કરે છે. ડુંગળી ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 10 હોય છે. જે બ્લડ શુગરના દર્દી માટે ફાયદાકારક હોય છે. ડુંગળીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. સનબર્નમાં રામબાણ ઇલાજ છે ડુંગળી, સનબર્નમાં ડુંગળીનો રસ ત્વચા પર લગાવી શકાય છે. ડુંગળીના રસથી વાળ સંબંધિત અનેક સમસ્યાનો પણ હલ થાય છે.