ચોમાસાની એન્ટ્રી વચ્ચે હીટવેવથી હાહાકાર! 100થી વધુ લોકોના મોત, 40000થી વધુ હીટસ્ટ્રોકના કેસ નોંધાયા
ઉત્તર ભારત ભયંકર ગરમીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંકમાં ભયંકર વધારો થયો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં તાપમાનના પારા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગરમી એટલી તીવ્ર છે કે પક્ષીઓ પણ ગરમીથી બેભાન થઈને વૃક્ષો પરથી ખરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોઇટર્સના અહેવાલ મુજબ, 1 માર્ચથી 18 જૂન સુધીમાં ઉત્તર ભારતમાં 40,000 થી વધુ શંકાસ્પદ હીટસ્ટ્રોકના કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન, ઓછામાં ઓછા 110 લોકોના મૃત્યુ થયા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે હીટવેવના દિવસોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે.
મધ્યપ્રદેશમાં મે મહિનામાં હીટસ્ટ્રોકના 5200 કેસ નોંધાયા છે, જ્યારે રાજસ્થાનમાં હીટસ્ટ્રોકના કારણે બીમાર પડેલા લોકોની સંખ્યા 4300થી વધુ છે.
દિલ્હીમાં ગરમીના કારણે 20 લોકોના મોત થયા છે, જ્યારે યુપીમાં પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝિયાબાદમાં એકલા 30 લોકોના મોત થયા છે, જ્યારે નોઈડામાં પણ 14 લોકોના મોત થયા છે. સરકારી આંકડા મુજબ યુપીના 8 જિલ્લામાં 44 લોકોના મોત થયા છે.
બિહારમાં પણ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે. થોડા દિવસો પહેલા સુધી હીટવેવને કારણે 45 લોકોના જીવ ગયા હોવાની માહિતી સામે આવી હતી.
રાજસ્થાનમાં 19 જૂન સુધીમાં 6000 થી વધુ હીટવેવના કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ હીટસ્ટ્રોકના કારણે 16 લોકોના મોત થયા છે, જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે મૃત્યુઆંક ઘણો વધુ હોઈ શકે છે.