Heavy Rain alert: 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Heavy Rain alert: 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

પ્રતિકાત્મક તસવીર

1/6
નવી દિલ્હી: હવામાન વિભાગે આગામી એક અઠવાડિયામાં દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની ધારણા છે.
2/6
તે ટૂંક સમયમાં ઉત્તર તરફ ઝડપથી આગળ વધવાનું શરૂ કરશે. ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે, ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
3/6
કોંકણ-ગોવા દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને દરિયાકાંઠાના કર્ણાટક જેવા વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
4/6
કેરળમાં 24-26 મે દરમિયાન અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 24-27 મે દરમિયાન ભારે વરસાદ પડશે. કેરળ અને કર્ણાટકમાં આગામી સાત દિવસ સુધી વરસાદ અને તોફાન ચાલુ રહેવાની સંભાવના છે.
5/6
27 મેના રોજ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણામાં વરસાદની શક્યતા છે. તમિલનાડુમાં 25 અને 26 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે.
6/6
કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 16 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કેરળમાં ચોમાસુ આટલું વહેલું પહોંચ્યું છે. કેરલમાં ચોમસાની એન્ટ્રી થઈ ગઈ છે. આ વર્ષે, 2009 પછી પહેલી વાર, ચોમાસુ ભારતની મુખ્ય ભૂમિ પર આટલું વહેલું પહોંચી ગયું છે.
Sponsored Links by Taboola