બેંગલુરુથી લઇને મુંબઇમાં ભારે વરસાદ, લોકોની મુશ્કેલીઓમાં કર્યો વધારો, બિહારમાં પણ વરસાદે તારાજી સર્જી
કર્ણાટકના બેંગ્લોરથી લઈને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. જ્યારે બિહારમાં પૂરના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે. હવામાન વિભાગે બેંગલુરુના સિલિકોન સિટીમાં 72 કલાકનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. એટલે કે આગામી ત્રણ દિવસ સુધી બેંગ્લોરના લોકોની પરેશાનીઓ યથાવત રહેશે.
કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયા છે.
મહારાષ્ટ્રમાં પણ ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈ સાંજથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે, તેથી BMC એલર્ટ મોડ પર આવી ગયું છે. નાગપુરમાં પણ ભારે વરસાદ થયો છે.
કર્ણાટક બાદ હવે તેલંગાણામાં પણ હવામાનની અસર થવા લાગી છે. બુધવારે ભારે વરસાદને કારણે હૈદરાબાદના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી
બુધવારે સાંજે ભારે વરસાદને કારણે મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો હતો.મુંબઈના ઘણા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.સાંતાક્રુઝથી લઈને વિલે પાર્લે અને અંધેરી સુધીના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો.
બિબિહારના ઘણા જિલ્લામાં પૂરની સ્થિતિ છે જેને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.હારમાં પણ વરસાદ અને નદીઓમાં પૂરથી લોકોની મુશ્કેલી વધી છે. ક્યાંક રસ્તાઓ અને શેરીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે
બિહારના ઘણા જિલ્લામાં પૂરની સ્થિતિ છે જેને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.