કોરોના સામે લડવા સરકારે દેશમાં અત્યાર સુધી કેટલા કરોડ લોકોને આપી રસી, સરકારે જાહેર કર્યો આંકડો, જુઓ......
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. દેશ અને દુનિયાના એક્સપર્ટ્સ કહી રહ્યાં છે, આ બીજી લહેર બાદ કોરોની ત્રીજી લહેર પણ આવશે, આ લહેરો સામે કોરોના હરાવવા એકમાત્ર ઉપાય વેક્સિન જ છે. કોરોના સામે લડવુ હોય તો દેશમાં જલ્દીમાં જલ્દી વેક્સિનેશન કામ પુરુ કરવાની કોશિશ કરવી જોઇએ. હવે બધાની વચ્ચે સવાલ થાય છે કે આવડા મોટા ભારત દેશમાં અત્યાર સુધી કેટલા લોકોને રસી અપાઇ હશે. આ અંગે હવે સરકારે ખુલાસો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં સોમવારે કૉવિડ-19ની રસીના 14,79,592 ડૉઝ આપવામાં આવ્યા, જેની સાથે અત્યાર સુધી આ રસી લેનારા લોકોની સંખ્યા 18.44 કરોડને પાર પહોંચી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- સોમવારે 18-44 વર્ષની ઉંમર વર્ગના 6,63,329 લોકોને કૉવિડ-19ની રસીનો પહેલો ડૉઝ આપવામાં આવ્યો છે, અને આ રીતે રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધી 36 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ વર્ગમાં 59,32,704 લાભાર્થીઓને વેક્સિનના ડૉઝ આપવામા આવી ચૂક્યા છે.
image 4કૉવિડ-19 વેક્સિનના ડૉઝ..... મંત્રાલયે કહ્યું- 17 મેએ રાત્રે આઠ વાગ્યા સુધી વચગાળાના રિપોર્ટ અનુસાર, દેશમાં અત્યાર સુધી કૉવિડ-19 વેક્સિનના 18,44,22,218 ડૉઝ લગાવવામાં આવ્યા છે.
અત્યાર સુધી આપવામાં આવેલા ડૉઝમાંથી 96,58,913 એવા સ્વાસ્થ્યકર્મીઓ છે, જેમને કૉવિડ-19 વેક્સિનનો પહેલો ડૉઝ આપવામાં આવ્યો છે, જ્યારે 66,52,200 એવા સ્વાસ્થ્યકર્મી છે જેમને બીજો પણ લઇ લીધો છે.
ફ્રન્ટ લાઇન વર્કરને અપાઇ રસી.... અગ્રિમ મોર્ચાના 1,44,97,411 કર્મીઓને પહેલો ડૉઝ જ્યારે 82,16,750 કર્મીઓને બીજો ડૉઝ પણ આપવામાં આવી ચૂક્યો છે. રસીકરણ અભિયાન દરમિયાન 45 થી 60 વર્ષના 5,76,53,924 લોકોને કૉવિડ-19ની વેક્સિનની પહેલી ડૉઝ તથા 92,39,392 લોકોને બીજો ડૉઝ પણ આપવામાં આવી ચૂક્યો છે.
સામાન્ય નાગરિકોને પણ અપાઇ વેક્સિન.... આ ઉપરાંત 60 વર્ષથી ઉપરના 5,46,60,900 લોકોને પહેલો ડૉઝ અને 1,79,10,024 લોકોને બીજો ડૉઝ આપવામાં આવ્યો છે. રસીકરણ અભિયાનના 122માં દિવસ 17 મેએ વેક્સિનના 14,79,592 ડૉઝ આપવામાં આવ્યા છે.