આ 5 ફળોને ફ્રિજમાં ક્યારેય ન રાખો, તેના પર થાય છે વિપરિત અસર, આ કારણે સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકસાન
સફરજનમાં એક્ટિવ એન્જાઇમ્સ હોવાથી તે ઝડપથી પાકી જાય છે. આ કારણે તેને ફ્રિજમાં ન રાખવા જોઇએ. જો લાંબો સમય માટે રાખવાના હોય તો કાગળમાં લપેટીને રાખી શકાય છે. ઉપરાંત બીજ વાળા ફળોને પણ ફ્રિજમાં રાખવનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરમીની સિઝનમાં લોકો તરબૂચ ભરપૂર પ્રમાણમાં ખાય છે. મોટું ફળ હોવાથી લોકો કાપીને ફ્રિજમાં રાખી દે છે. ફ્રિજમાં રાખવાથી તેના એન્ટીઓક્સિડન્ટ ખરાબ થઇ જાય છે. હાં, ખાવાના થોડા સમય પહેલા તેને ફ્રિજમાં રાખી શકાય.
કેળા એવું ફળ છે, જેને ફ્રિજમાં ક્યારેય ન રાખવા જોઇએ. કેળાં ફ્રિજમાં રાખવાથી ઝડપથી કાળાં પડી જાય છે. કેળાના ડંઠલમાંથી ઇથાઇલીન ગેસ નીકળે છે. જે બીજા ફળોને પણ ઝડપથી પકવી દે છે. જેથી કેળાને બીજા ફળોથી દૂર અને ફ્રિજમાં ન રાખવા જોઇએ.
લીચીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. ફ્રિજમાં લીચી રાખવાથી તેની બહારની સાઇડ તો બરાબર જ રહે છે પરંતુ અંદરનો પલ્પ ખરાબ થઇ જાય છે.
કેરીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી કેરીમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ઓછું થઇ જાય છે અને અન્ય પોષક તત્વો પણ નષ્ટ થઇ જાય છે. કેટલાક વખત કેરી કર્બાઇડથી પકાવેલી હોય છે. જેને ફ્રિજમાં રાખવાથી તે પાણી સાથે મળીને કેરીને ખરાબ કરી દે છે.