Lok Sabha Election 2024: ચૂંટણી પહેલા Voter ID કાર્ડમાં ઓનલાઈન એડ્રેસ અપડેટ કરવાની સરળ રીત
મતદાર આઈડી કાર્ડમાં સરનામું અપડેટ કરવા માટે તમારે પહેલા નેશનલ વોટર સર્વિસ પોર્ટલ www.nvsp.in પર લોગ ઇન કરવું પડશે. પછી તમે વેબસાઈટના હોમપેજ પર દેખાતા ‘કરેકશન ઓફ એન્ટ્રીઝ ઇન મતદારયાદી’ વિભાગ પર ક્લિક કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી તમારે ફોર્મ-8 બટન પર ક્લિક કરવાનું રહેશે, જે તમને એક નવા પેજ પર લઈ જશે જ્યાં તમારે જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે. અહીં તમે Self વિકલ્પ પસંદ કરો અને સબમિટ પર ક્લિક કરો.
અહીં તમારે Shifting of Residence વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તમારે એ પણ પસંદ કરવાનું રહેશે કે તમારું સરનામું વિધાનસભા ક્ષેત્રની અંદર કે બહાર બદલાઈ રહ્યું છે. આ પછી OK પર ક્લિક કરો.
ત્યારબાદ તમારે તમારા રાજ્ય, જિલ્લા, વિધાનસભા મતવિસ્તાર, સંસદીય મતવિસ્તારની માહિતી ભરવાની રહેશે અને નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમારો આધાર નંબર, ઇમેઇલ અને મોબાઇલ નંબર દાખલ કરો અને નેક્સ્ટ વિકલ્પ પર ટેપ કરો.
આ પછી, તમારું નવું સરનામું દાખલ કરો અને તેને મતદાર ID કાર્ડમાં અપડેટ કરવા માટે સહાયક દસ્તાવેજો પર ક્લિક કરો. દસ્તાવેજો અપલોડ કર્યા પછી, નેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
આ પછી તમારા દ્વારા કરાયેલી અરજીની ચકાસણી કરવામાં આવી હતી. જો વેરિફિકેશન દરમિયાન તમારી અરજી સાચી જણાય તો નવું સરનામું તમારા મતદાર IDમાં અપડેટ કરવામાં આવશે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )