આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
વર્ષ 2010માં ભારતમાં પ્રથમ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતની 90 ટકા વસ્તીનું આધાર કાર્ડ બની ચૂક્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર કાર્ડની જરૂરિયાત ઘણા કામોમાં પડે છે. શાળા કોલેજમાં પ્રવેશ લેવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધી આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં આધાર કાર્ડ UIDAI દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આધાર કાર્ડમાં જો કોઈ ભૂલ થઈ જાય તો તેને સુધારાવી શકાય છે.
પરંતુ શું તમને ખબર છે કે નકલી આધાર કાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ તમે પોતે જ ચકાસી શકો છો. તમારી પાસે જે આધાર કાર્ડ છે તે નકલી છે કે અસલી. તમારે આ ચકાસવા માટે સૌ પ્રથમ UIDAI ની અધિકૃત વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/check aadhaar validity પર જવું પડશે.
આ લિંક પર પહોંચ્યા પછી તમને સ્ક્રીન પર વેરિફિકેશન પેજ દેખાશે. અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ તમારે કેપ્ચા કોડ દાખલ કર્યા પછી પ્રોસીડ પર ક્લિક કરવું પડશે.
જો તમારું આધાર કાર્ડ UIDAI દ્વારા પ્રમાણિત છે એટલે કે અસલી છે, તો તમને સ્ક્રીન પર લખેલું દેખાશે 'આ અસ્તિત્વમાં છે'. અથવા 'Exists' લખેલું દેખાશે. આની સાથે જ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા નંબરના છેલ્લા ત્રણ અંક પણ હશે.