INDIA ગઠબંધનને મળશે બહુમતી તો અખિલેશ યાદવ બનશે પ્રધાનમંત્રી ? આ દાવાથી મળ્યા સંકેત

INDIA ગઠબંધનને મળશે બહુમતી તો અખિલેશ યાદવ બનશે પ્રધાનમંત્રી ? આ દાવાથી મળ્યા સંકેત

અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી

1/7
UP Lok Sabha Election Result 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.
2/7
સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરો કન્નૌજમાં ઉજવણી કરી રહ્યા છે, કારણ કે ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, પાર્ટી 37 બેઠકો પર આગળ છે.
3/7
આ ઉજવણી દરમિયાન, પાર્ટીના વડા અખિલેશ યાદવને 'ભાવિ વડાપ્રધાન' તરીકે દર્શાવતું પોસ્ટર જોવા મળ્યું હતું. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર કન્નૌજમાં અખિલેશ યાદવ 78,627 મતોથી આગળ છે.
4/7
તમામ બેઠકોનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વલણોમાં NDA પાસે બહુમતી છે. ઈન્ડિયા ગઠબંધને પણ સારું પ્રદર્શન કર્યું છે. ગઠબંધને ચૂંટણી પહેલા તેના પીએમ ચહેરાની જાહેરાત કરી ન હતી.
5/7
યુપીના કન્નોજમાં પોસ્ટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કન્નૌજમાં લગાવવામાં આવેલા પોસ્ટરોએ ગઠબંધનમાં હલચલ વધારી દીધી છે. પોસ્ટરમાં લખ્યું છે - ઈન્ડિયા ગઠબંધનના ભાવિ વડાપ્રધાન અખિલેશ યાદવ જીને અભિનંદન.
6/7
યુપીમાં સપા સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરતી જોવા મળી રહી છે.
7/7
સપાના ઉમેદવારો 37 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ અહીં આઠ બેઠકો પર આગળ છે.
Sponsored Links by Taboola