શું કાળા કપડાં પહેરનારા પર જલદી પડે છે વીજળી, કેટલી સાચી છે આ વાત?
ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટનાઓ વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વીજળી કઈ વસ્તુઓ પર સૌથી વધુ પડે છે? શું કાળા કપડાં પહેરનાર વ્યક્તિને સૌથી વધુ વીજળી વરસાદના દિવસોમાં પડે છે? શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ વીજળી પડવાની ઘટનાઓ બને છે. આજે અમે તમને જણાવીશું કે કયા લોકોને વીજળી પડવાની શક્યતા વધુ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોમાસાના આગમન સાથે વીજળી પડવાના બનાવો વધી ગયા છે. વીજળી પડવાથી અનેક વ્યક્તિઓનું મોત થયું છે. શું તમે જાણો છો કે વીજળીથી વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય છે અને કયા સ્થળોએ સૌથી વધુ વીજળી પડે છે?
કયા લોકોને સૌથી વધુ વીજળીનો ભોગ બને છે તે જાણતા પહેલા ચાલો જાણીએ કે વીજળી કેવી રીતે સર્જાય છે અને તેના કારણે વ્યક્તિનું મૃત્યુ શા માટે થાય છે.
માહિતી અનુસાર, વર્ષ 1872માં વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને પહેલીવાર વાદળો વચ્ચે વીજળી પડવાનું ચોક્કસ કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વાદળોમાં પાણીના નાના કણો હોય છે, જે હવા સાથે ઘર્ષણને કારણે ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પોઝિટીવ રીતે ચાર્જ થાય છે, જ્યારે અન્ય નેગેટીવ રીતે ચાર્જ થાય છે.
નોંધનીય છે કે જ્યારે બંને પ્રકારના ચાર્જવાળા વાદળો આકાશમાં એકબીજા સાથે અથડાય છે ત્યારે લાખો વોલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે. ક્યારેક આ રીતે ઉત્પન્ન થતી વીજળી એટલી બધી હોય છે કે તે પૃથ્વી સુધી પહોંચી જાય છે. આ ઘટનાને જ વીજળી કહેવામાં આવે છે.
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કાળા સાપ અને કાળી વસ્તુઓ પર પણ વીજળી વધુ પડે છે.
વૈજ્ઞાનિકોના મતે વીજળી પડવાને લઇને જે ધારણો છે એ તમામ ખોટી છે. વાસ્તવમાં વીજળી ગમે ત્યારે અને ગમે ત્યાં કોઈપણ વ્યક્તિ પર પડી શકે છે. કોઈ ચોક્કસ વ્યક્તિ કે સ્થળ પર વીજળી પડતી નથી.