ટ્રેનમાં કોઇ તમારી સીટ પર બેસી જાય તો લડાઇ કરવાની જરૂર નથી, બસ કરવું પડશે આ કામ
Railway Helpline: જો કોઈ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમારી સીટ પર બળજબરીપૂર્વક બેસી જાય તો તમારે તેની સાથે ઝઘડો કરવાની જરૂર નથી. તમે તેને સરળતાથી તમારી સીટ પરથી ઉભા કરી શકો છો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં ઘણીવાર જ્યારે લોકોને ટૂંકા અંતરની મુસાફરી કરવી પડે છે. તેથી ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટ્રેનમાં મુસાફરી કરવી અનુકૂળ હોય છે.
ટ્રેનમાં જનરલ કોચ અને રિઝર્વ્ડ કોચ બંને છે. કોઈપણ મુસાફર કોઈપણ સીટ પર બેસી શકે છે. તેના માટે કોઈ નિયમ નથી.
પરંતુ જે મુસાફરે રિઝર્વ કોચમાં જે સીટ રિઝર્વ કરાવી છે તે સીટ પર બેસી શકે છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘણા મુસાફરો બળજબરીથી રિઝર્વ કોચમાં અન્ય મુસાફરોની સીટ પર જઈને બેસી જાય છે.
જો કોઈ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમારી સીટ પર બળજબરીથી બેસી જાય તો તમારે તેની સાથે લડવાની જરૂર નથી. તમે તેને સરળતાથી સીટ પરથી ઉભા કરી શકો છો
તમે કોચમાં હાજર TTEને તેના વિશે ફરિયાદ કરી શકો છો.
આ સિવાય તમે રેલવે હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરી શકો છો. તમે રેલ્વેની ઓફિશિયલ એપ Rail Madadની પણ મદદ લઈ શકો છો.