Weight Loss Tips: ડાયટિંગમાં જો આ ફૂડનું કર્યું સેવન તો મહેનત જશે બેકાર, આ ચીજોને કરો અવોઇડ
જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો કેટલાક ફૂડને લેવાનું સંપૂર્ણ બંધ કરી દેવું જોઇએ. તો આવો જાણીએ.. કયા ફૂડ હાઇ કેલેરીયુક્ત છે. જેના ડાયટ લિસ્ટમાંથી દૂર કરવા જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાઇટિંગ દરમિયાન માખણનું સેવન ન કરો, બટરમાં 80 ટકા ફેટ હોય છે. બટરમાં હાઇ કોલેસ્ટ્રોલયુક્ત એવા પદાર્થ હોય છે, જે વજન વધારવા માટે જવાબદાર હોય છે.
જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો આઇસક્રિમ પણ આપના માટે યોગ્ય નથી. આઇસક્રિમમાં ફેટ અને શુગર ભરપૂર માત્રામાં હોય છે. જે વજન વધારવા માટે જવાબદાર છે.
તળેલી અને સ્પાઇસી ચીજોને પણ અવોઇડ કરો. આ ફૂડમાં પણ હાઇ કેલોરી હોય છે. ખાસ કરીને બટાટાની ચિપ્સ, ફ્રાઇમ્સને અવોઇડ કરો.
આમ તો ડ્રાયફ્રૂટને સ્વાસ્થ્યવર્ધક મનાય છે પરંતુ ડ્રાય ફ્રૂટસમાં પણ કેલેરીની માત્રા વધુ હોય છે. વજન ઉતારવા ઇચ્છતી વ્યક્તિએ તેને અવોઇડ જ કરવું જોઇએ
જો આપ વજન ઉતારવા ઇચ્છતા હો તો જંકફૂડ, ચાઇનીઝ ફૂડ, પિત્ઝા સોયા ચાપને લેવાનું બંધ કરો. તેમાં હાઇ કેલેરી, ફેટની માત્રા ભરપૂર હોય છે.