હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણની સાથે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ધુમ્મસમાં વધારો થવાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
21 થી 24 નવેમ્બર દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને માહેમાં 26 અને 27 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે.
આસામ, મેઘાલય અને મણિપુરમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે. નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ હળવો વરસાદ પડી શકે છે.
ઉત્તર ભારતમાં આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ ધુમ્મસની સ્થિતિ રહી શકે છે. પૂર્વીય ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે. પરંતુ, આગામી પાંચ દિવસમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં.
બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.