IMD Weather Forecast: 10 રાજ્યમાં વરસાદ તો 7 રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે, બદલાતી હવામાન પેટર્ન અંગે IMDની ચેતવણી
IMD એ પહેલાથી જ આગામી મહિનાઓમાં ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમીની ચેતવણી આપી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં સામાન્ય 4 થી 8 દિવસની સરખામણીમાં 10 થી 20 હીટવેવ દિવસની આગાહી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના બુલેટિન અનુસાર, 7 એપ્રિલ સુધી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વિવિધ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ રહેશે. આ રાજ્યોના વિવિધ ભાગોમાં રાત્રિના સમયે પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ સિવાય હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે 5 એપ્રિલ સુધી કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી, કોસ્ટલ કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ગરમી તેમજ ભેજની પ્રબળ સંભાવના રહેશે.
IMD અનુસાર, ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદને કારણે ગરમીથી રાહત મળશે. ઉત્તરપૂર્વ ભારતમાં 9 એપ્રિલ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઉનાળાની ઋતુને લગતા રોગોને પહોંચી વળવા માટે રાજ્યોની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પણ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. રાજ્યોને હવામાન વિભાગ (IMD) તરફથી ચેતવણી મળતાની સાથે જ યોગ્ય પગલાં લેવા અને વ્યવસ્થા કરવા કડક સૂચના આપવામાં આવી હતી.