ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વના રાજ્યોમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદમાંથી રાહત નહીં મળે. અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 7થી 9 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોમાસાના જતા જતા દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર પ્રદેશમાં વરસાદ ચાલુ રહેશે.
IMD અનુસાર આગામી 24 કલાક દરમિયાન UPના સહારનપુર, મુઝફ્ફરનગર, શામલી, બાગપત, મેરઠ, ફતેહપુર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર UPના આ જિલ્લાઓમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ થઈ શકે છે. લખનઉ હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
અલીપુર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન કોલકાતા સહિત દક્ષિણ બંગાળમાં ગડગડાટ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
પટના હવામાન વિજ્ઞાન કેન્દ્ર મુજબ બિહારના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે બેગુસરાય, ખગડિયા, ભાગલપુર, પૂર્વી અને પશ્ચિમ ચંપારણ, પટના, ગોપાલગંજ, સીવાન, સારણ, નાલંદા, જહાનાબાદ, શેખપુરા, ગયા, વાદા, જમુઈ, લખીસરાય, બાંકા, મુંગેરમાં 15 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.