In Photos: રાજસ્થાનના બાડમેરમાં મિગ-21 પ્લેન ક્રેશ, જુઓ અકસ્માતની ભયાનક તસવીરો
MiG 21 Fighter Aircraft Crashed: રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભીમડા ગામમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. વાયુસેનાએ એક સત્તાવાર નિવેદનમાં ફાઈટર પ્લેનના બે પાઈલટોના શહીદ થયાની પુષ્ટિ કરી છે. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે જોરદાર વિસ્ફોટ થયો હતો. ગામના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લાસ્ટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પ્લેનમાં આગ લાગી હતી. પ્લેન ક્રેશ થયાની માહિતી મળતા જ વહીવટીતંત્ર ઘટનાસ્થળે રવાના થઈ ગયું હતું.
બાડમેર જિલ્લા કલેક્ટર લોક બંધુએ જણાવ્યું કે રાજસ્થાનના બાડમેરમાં એક ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. તે એરફોર્સનું વિમાન હતું જે બાયટુના ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના અંગે એરફોર્સ ચીફ બીઆર ચૌધરી સાથે વાત કરી અને માહિતી મેળવી. એર ચીફે રક્ષા મંત્રીને આ ઘટનાની જાણકારી આપી હતી.
જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ 1960ના દાયકામાં મિગ Mi-21 બાઇસન એરક્રાફ્ટને સામેલ કરવાની શરૂઆત કરી હતી.