PM Modi Wayanad Visit: પીએમ મોદીએ વાયનાડ ભૂસ્ખલનના પીડિતો સાથે કરી મુલાકાત, બાળકી પર વરસાવ્યું હેત, જુઓ તસવીરો
પીએમ મોદીએ વાયનાડ ભૂસ્ખલનના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે કહ્યું કે, હજારો પરિવારોના સપના ચકનાચૂર થઈ ગયા. તેમણે કહ્યું કે હું રાહત શિબિરોમાં પીડિતોને મળ્યો અને હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓને પણ મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ કહ્યું, કેન્દ્ર સરકારે આપત્તિમાં મદદ માટે તમામ એજન્સીઓને તૈનાત કરી હતી. આ એક મોટી દુર્ઘટના છે. આ કોઈ સામાન્ય ઘટના નથી.
હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર અંગે માહિતી મેળવતી વખતે પીએમ મોદીએ એક બાળકી પર હેત વરસાવ્યું હતું.
પીએમ મોદી ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે લીધી ત્યારે સીએમ પી વિજયન, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કેન્દ્રીય રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારથી મને આ ઘટનાની જાણ થઈ ત્યારથી હું ભૂસ્ખલન વિશે માહિતી લઈ રહ્યો છું. કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ જે આ દુર્ઘટનામાં મદદ કરી શકી હોત તે તાત્કાલિક એકત્ર કરવામાં આવી હતી
વાયનાડની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.