PHOTOS: આફતનો વરસાદ! દિલ્હી-મુંબઈમાં જળબંબાકાર, હિમાચલમાં ભૂસ્ખલન, જુઓ તસવીરોમાં સ્થિતિ
કેટલાક રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક વાદળ ફાટવાની ઘટના પણ બની છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બનીને આવ્યો છે. રાજ્યમાં ભૂસ્ખલનની સાથે વાદળ ફાટવાની માહિતી પણ સામે આવી છે. જેના કારણે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
આ ચોમાસાના વરસાદે ઉત્તરાખંડમાં લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. વરસાદને કારણે ઘણી નદીઓમાં ઉછાળો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્ય માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદ દરમિયાન દિલ્હી રેલવે સ્ટેશન પર વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયું હતું.
ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી હાઈવે પર પણ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે લોકોને ભારે જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે. અહીં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.