Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આ 5 ચીજોથી વધારો ઇમ્યુનિટી, ડાયટમાં કરો સામેલ થશે આ અદભૂત ફાયદા
કોવિડ-19 મહામારીના આ સમયમાં લોકો ઇમ્યૂનિટીને વધારવા માટે હાલ જુદા જુદા ઉપાય કરી રહ્યાં છે. આ સ્થિતિમાં આપ આ 5 વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી શરીરને અનેક રીતે ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફુદીના:-ફુદીનાના પાન વિટામિન સીથી ભરપૂર છે. તેમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ હોય છે. તેનાથી આપણી ઇમ્યુનિટી મજબૂત થાય છે. ગરમીમાં આપ ફુદીનાનું સેવન કરી શકો છો. તે રોગપ્રતિકાર શક્તિ મજબૂત કરે છે.
પાલક: લીલાં શાકમાં પાલક બેસ્ટ ઓપ્શન છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલકમાં આયરન, વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઇમ્યુનિટિ વધે છે. આપ સબ્જી, સૂપ, સલાડ, અને જ્યૂસ કોઇ પણ રીતે તેનું સેવન કરી શકાય છે.
નારિયેલ તેલ: રસોઇમાં મગફળી, સનફ્લાવર સહિતના તેલનો ઉપયોગ થાય છે. નારિયેળનું તેલ પણ એક સારૂ ઓપ્શન છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ હોવાની સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે.
મશરૂમ:મશરૂમમાં વિટામીન ડી અને બીજા અનેક પોષક તત્વો હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખબૂ જ ફાયદાકારક છે. ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે આપ મશરૂમને ડાયટમાં સામેલ કરી શકો છો.