કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ હિંસા, આગચંપી અને તોડફોડ
કર્ણાટકના શિવમોગામાં 23 વર્ષીય બજરંગ દળના કાર્યકરની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે મૃતકના અંતિમ સંસ્કાર દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક ફોટો જર્નાલિસ્ટ અને એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક બદમાશોએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અંતિમ સંસ્કાર દરમિયાન પથ્થરમારો કર્યો હતો. કેટલાક વાહનોને સળગાવવા અને નુકસાન કરવા ઉપરાંત કેટલીક દુકાનોમાં તોડફોડની માહિતી પણ સામે આવી છે.
પોલીસે જણાવ્યું કે હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જવાનો રસ્તો સાફ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભારતી કોલોનીની રવિ વર્મા ગલીમાં રવિવારે રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા હર્ષ નામના વ્યક્તિની કથિત રીતે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.
શિવમોગ્ગાના ડેપ્યુટી કમિશનર આર સેલ્વમણીએ પત્રકારોને જણાવ્યું હતું કે શહેરમાં ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે અને તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સેલ્વમણીએ કહ્યું, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ગુનેગારોને શોધવાના પ્રયાસો ચાલુ છે. શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેથી શાળા કોલેજમાં બે દિવસની રજા રહેશે. અમે પરિસ્થિતિને વહેલામાં વહેલી તકે કાબુમાં લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.”
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) મુરુગને કહ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. મુરુગને કહ્યું કે તપાસ ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનામાં સામેલ અન્ય લોકો વિશે પણ સંપૂર્ણ માહિતી એકઠી કરી છે. તેમણે કહ્યું કે અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.
અગાઉ, પોલીસ અધિક્ષક બીએમ લક્ષ્મી પ્રસાદે પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ ગુનેગારોને શોધી કાઢવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. અમારી પ્રાથમિકતા તેમને (ઘટનામાં સામેલ અપરાધીઓને) શોધી કાઢવા અને તેમને સજા કરાવવાની છે. અમે લોકોને સહકાર આપવા અને કોઈ ભાવનાત્મક પગલું ન ભરવાની અપીલ કરીએ છીએ.