Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ભારત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ રશિયાના પ્રવાસે જવાના છે, જેને રશિયા યુક્રેન યુદ્ધને રોકવા તરફ ભારતના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આગામી કેટલાક દિવસોમાં રશિયાનો પ્રવાસ કરવાના છે. અજિત ડોભાલ 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી BRICS દેશોની NSAની બેઠકમાં પણ ભાગ લેશે.
NSAની બેઠક દરમિયાન અજિત ડોભાલ રશિયા અને યુક્રેનની લડાઈને સુલઝાવવા અંગે પણ વાત કરી શકે છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અજિત ડોભાલ રશિયાના NSA અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોઈ સંદેશ પણ લઈને જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેનનો પ્રવાસ કરી ચૂક્યા છે અને બંને વખતે તેમણે શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી છે. PM નરેન્દ્ર મોદી જ્યારે જુલાઈમાં રશિયાના પ્રવાસે હતા ત્યારે તેમણે વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં કોઈ સમાધાન નહીં નીકળે. આ માટે બંને દેશોએ શાંતિથી વાત કરવી પડશે.
PM મોદી ગયા મહિને ઓગસ્ટમાં યુક્રેન ગયા હતા. આ દરમિયાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને પણ એ જ કહ્યું હતું કે સમય વેડફ્યા વગર રશિયા સાથે શાંતિની વાત કરે.
રાષ્ટ્રપતિ પુતિનની સાથે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ લાગે છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને રોકવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
વ્લાદિમીર પુતિને ગયા દિવસોમાં કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે શાંતિવાર્તામાં ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.