Weather Updates: બિહાર-ઓડિશા સહિત આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, જાણો આજે કેવું રહેશે હવામાન
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશા, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. જો કે ગુરુવારથી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMD અનુસાર, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની લહેર આવવાની છે. હિમાલયન પશ્ચિમ બંગાળ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરીમાં પણ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વી મધ્ય પ્રદેશ, બિહાર, ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર કર્ણાટકમાં રાત ગરમ રહેવાની છે. પશ્ચિમ અને પૂર્વ યુપીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ઝરમર વરસાદ પડવાની સંભાવના છે. ઘણા જિલ્લાઓમાં હીટવેવ સાથે તાપમાન 40 થી વધુ થવાની આશંકા છે.
મે મહિનાના પહેલા સપ્તાહમાં દિલ્હી-એનસીઆરમાં લોકોને ગરમીથી રાહત મળવાની છે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જો કે, આકાશમાં વાદળો જોવા મળશે, જ્યારે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જોરદાર પવન પણ ફૂંકાતા જોવા મળી શકે છે.
સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાકમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ હળવા વરસાદની શક્યતા છે, જ્યારે ઊંચા વિસ્તારોમાં બરફ પણ પડી શકે છે.
ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વીજળી સાથે જોરદાર પવન ફૂંકાશે.
વિદર્ભ, મરાઠવાડા અને દક્ષિણ છત્તીસગઢના ભાગોમાં વરસાદ અને ગાજવીજની અપેક્ષા છે. પંજાબના ઉત્તરીય ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.