India Weather Update: બે દિવસ અત્યંત ભારે, ગુજરાત સહિત આ રાજ્યોમા તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
જો કે, યુપી, બિહાર, હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદે દસ્તક આપી છે. પરંતુ વરસાદ તેની ગતિ પકડી રહ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કારણે આ મોટા રાજ્યોમાં લોકો હજુ પણ ગરમીથી પરેશાન છે અને સમયસર ખેતી કરી શકતા નથી. દેશમાં આગળ કેવો વરસાદ પડશે તેના વિશે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી છે.
સોમવારે દેશમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા IMDના વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું કે, “ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર પશ્ચિમી તટ માટે ચાર દિવસ માટે 'રેડ' એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સોમા સેને કહ્યું કે 'મધ્યપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. જેને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
આશંકા વ્યક્ત કરતા સોમા સેને કહ્યું કે 17 જુલાઈએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ શકે છે. જે અંગે ટૂંક સમયમાં એલર્ટ જારી કરવામાં આવશે. જ્યારે પૂર્વોત્તર વિસ્તારમાં માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે.