Exit Poll 2024
(Source: Poll of Polls)
ઇન્દિરા ગાંધીથી લઇને અટલ બિહારી વાજપેયી સુધી, અગાઉ પણ સરકારો સમય કરતા વહેલા યોજી ચૂકી છે લોકસભા ચૂંટણી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ મે 2024 સુધીનો છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય નેતાઓ અનુમાન લગાવી રહ્યા છે કે એનડીએ સરકાર વહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થાય, તો તે પ્રથમ વખત નહીં બને. આ પહેલા પણ લોકસભા ભંગ કરીને ઘણી વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચુકી છે.
1971 ની શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ સમય કરતા વહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.તે સમયે કોંગ્રેસ અને ડાબેરીઓની લઘુમતી સરકાર હતી. વહેલા યોજાયેલી પાંચમી લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને 352 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.
31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીએ આ વર્ષે નવેમ્બરમાં લોકસભાને ભંગ કરી દીધી હતી ત્યારબાદ વહેલા ચૂંટણી યોજાઈ હતી.ઈંદિરા ગાંધીના અવસાનને કારણે આઠમી લોકસભા ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને ભારે મતદાન કર્યું હતું. રાજીવ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને અત્યાર સુધીની સૌથી વધુ 414 સીટો મળી હતી.
1999માં બહુમતીથી જીત્યા બાદ અટલ બિહારી વાજપેયીએ 2004માં વહેલી ચૂંટણી પણ કરાવી હતી. કહેવાય છે કે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના દબાણમાં તત્કાલીન પીએમ વાજપેયીએ સમય કરતા વહેલા ચૂંટણી કરાવી હતી. જોકે, આ ચૂંટણીનું પરિણામ તેમના પક્ષમાં રહ્યુ નહી. 14મી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતાં વધુ બેઠકો મળી હતી.
હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ 2024ની ચૂંટણી સમય કરતા વહેલા યોજી શકે છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે ડિસેમ્બર સુધી ભાજપે તમામ રાજ્યોમાં હોટલ અને મોટી સંખ્યામાં હેલિકોપ્ટર બુક કરાવ્યા છે. આ સાથે વિપક્ષની વધતી જતી સંખ્યા પણ એનડીએ પર દબાણ બનાવી રહી છે.
રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવવાનો આદેશ જાહેર કરી શકે છે. જો વડાપ્રધાન રાષ્ટ્રપતિને સમય પહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી કરાવવાની ભલામણ કરે છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિને જ વડાપ્રધાનની સલાહ પર લોકસભાને ભંગ કરવાનો અધિકાર છે.