Isro PSLV C-53: ઈસરોએ અંતરિક્ષમાં સફળતાપૂર્વક મોકલ્યા ત્રણ સેટેલાઇટ, જુઓ Photos
ISROએ એક સપ્તાહની અંદર તેના બીજા સફળ મિશનમાં PSLV C-53 દ્વારા ત્રણ વિદેશી ઉપગ્રહોને ગુરુવારે પ્રક્ષેપણ સ્થળથી સચોટ રીતે ભ્રમણકક્ષામાં મૂક્યા. આ મિશન સાથે, PSLV C-53 એ અધિકૃત રોકેટ તરીકેની પ્રતિષ્ઠા જાળવી રાખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPSLV C-53 એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની વ્યાપારી શાખા ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું બીજું વિશેષ વ્યાપારી મિશન છે.
ગુરુવારે ચાર તબક્કાના 44.4-મીટર-લાંબા PSLV-C53 એ સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી ઉડાન ભરી અને ત્રણ સિંગાપોર ઉપગ્રહો - DS-EO, NewSAR અને Scuba-1 - ને નિયુક્ત ભ્રમણકક્ષામાં મૂક્યા.
ISROના અધ્યક્ષ એસ સોમનાથે પુષ્ટિ કરી કે મિશને તેના નિર્ધારિત લક્ષ્યને હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે રોકેટે ત્રણ ઉપગ્રહોને ચોકસાઇ સાથે ભ્રમણકક્ષામાં મૂક્યા. તેમણે આ મહિને વધુ એક મોટું મિશન પૂર્ણ કરવા બદલ NSILને અભિનંદન પાઠવ્યા હતા.
મિશન ડાયરેક્ટર એસઆર બિજુએ લોન્ચને અદભૂત ગણાવ્યું હતું. 25 કલાકના કાઉન્ટડાઉનના અંતે સાંજે 6:02 વાગ્યે લોન્ચ વ્હીકલ ઉપડ્યું. પીએસએલવીનું આ 55મું મિશન છે.
ડો. રાધાક્રિષ્નને, સીએમડી, NSILએ જણાવ્યું હતું કે તેઓ સિંગાપોર સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. DS-EO એ 365 કિગ્રાનો ઉપગ્રહ છે, જ્યારે ન્યૂએસએઆરનું વજન 155 કિગ્રા છે.ત્રીજો ઉપગ્રહ 2.8 કિગ્રા સ્કબ-1 છે, જે સિંગાપુરની નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (NTU)નો છે.