J&K Elections: ક્યાંક અયોધ્યા જેવી હાલત ન થઈ જાય, BJPને સતાવી રહ્યો છે ડર! જાણો વૈષ્ણો દેવી બેઠક કેમ બની ચેલેન્જ
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર પૂરો થઈ ગયો છે. હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાની 26 બેઠકો પર મતદાન થશે, પરંતુ બેઠકોમાં સૌથી હોટ સીટ વૈષ્ણો દેવીની છે, જેના પર કઈ પાર્ટીની કેટલી તૈયારી છે તે આવો આપને જણાવીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાતા વૈષ્ણો દેવી વિધાનસભા બેઠક માટે PM મોદી પ્રચાર માટે કટરા પહોંચ્યા હતા. ગયા અઠવાડિયે 19 સપ્ટેમ્બરે PM મોદીએ કટરામાં રોડ શો કર્યો હતો. આ રોડ શો લગભગ બે કિલોમીટર સુધી કરવામાં આવ્યો હતો.
અસલમાં જમ્મુ કાશ્મીરમાં કટરા એ જગ્યા છે, જ્યાં જીતવું BJPને માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. આ સવાલ એટલા માટે છે, કારણ કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટી અયોધ્યા હારી હતી અને વિધાનસભા પેટાચૂંટણીમાં બદ્રીનાથની બેઠક પણ જીતી શકી નહોતી.
જેમ લોકસભા ચૂંટણીમાં અયોધ્યા બેઠક પર થયું અને વિધાનસભા ચૂંટણીમાં બદ્રીનાથની બેઠક પર થયું ક્યાંક વૈષ્ણો દેવી બેઠક પર પણ અયોધ્યા જેવું રિપીટ ન થઈ જાય, એટલા માટે BJPએ અહીં પૂરી તાકાત લગાવી દીધી છે.
સીમાંકન પછી પ્રથમ વખત શ્રી માતા વૈષ્ણો દેવી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. પહેલા આ ક્ષેત્ર રિયાસી વિધાનસભામાં આવતું હતું. 2014ની ચૂંટણીમાં અહીં BJP જીત્યું હતું. હવે વૈષ્ણો દેવી બચાવવું પાર્ટી માટે જાણે પડકાર બની ગયો છે.
માતા વૈષ્ણો દેવી વિધાનસભા બેઠક માટે બધી પાર્ટીઓના મળીને કુલ સાત ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ બેઠક પર BJPથી બલદેવ રાજ શર્મા અને કોંગ્રેસથી ભૂપેન્દ્ર સિંહ ચૂંટણી રણમાં છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને બલદેવ રાજ શર્માએ જીત માટે પૂરું જોર લગાવી રાખ્યું છે. તેઓ નાની નાની સભાઓ દ્વારા લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે જેથી કમળ ખીલાવી શકાય.
BJP ઉમેદવારોની પહેલી યાદીમાં આ બેઠક પર રોહિત દુબેને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, પરંતુ પછી નવી યાદી આવી, જેમાં રોહિતની જગ્યાએ બલદેવ શર્માને ટિકિટ મળી. આ નિર્ણયથી રોહિતના સમર્થકો નારાજ થઈને રસ્તા પર પણ ઉતર્યા હતા. એટલે પડકાર વધારે છે.
જમ્મુ કાશ્મીરના બીજા તબક્કાની ચૂંટણીમાં 26 બેઠકો પર 238 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે. જ્યારે બીજા તબક્કાનો પ્રચાર આજે પૂરો થયો છે. જ્યારે રાહુલ ગાંધીએ બીજા ફેઝના પ્રચારના છેલ્લા દિવસે બે રેલીઓ કરી અને BJPને જોરદાર ઘેર્યું.