Jamun Benefits:કાળા જાંબુના સેવનથી થાય છે આ અદભૂત 8 ફાયદા, મેદસ્વીતા ઘટાડવાની સાથે આ બામારીમાં છે રામબાણ ઇલાજ
જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. તે મે અને જૂનમા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે. જાંબુ અનેક રોગમાં હિતકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાંબુના સેવનથી સાંધાના દુખાવોમાં રાહત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે. જાંબુમાં મોજૂદ આયરન લોહીને શુદ્ધ કરીને ત્વચાને કાંતિમય બનાવે છે.
પાચન સંબંધિત સમસ્યા પણ જાંબુના સેવનથી સુધરે છે. જાંબુ વિટામિમ સી અને આયરનથી ભરપૂર છે. જાંબુ હિમોગ્લોબીન વધારે છે. શરીરમાં હિમોગ્બોલિનની માત્રા વધતાં ઓક્સિજન વહનની ક્ષમતા વધી જાય છે
ત્વચાની જેમ તે આંખો માટે પણ ઉપકારક છે. જાંબુમાં વિટામિન ઇ, સી મોજૂદ છે. જે આંખોની રોશની વધારવામાં કારગર છે.
જાંબુમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને કેલોરી ખૂબ જ ઓછી હોય છે. તેમાં વિટામિન –સી, ફોસ્ફરસ, મેગ્નિશ્યમ અને ફોલિક એસિડ મોજૂદ છે. તેથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. જાંબુ વજન ઓછું કરવામાં પણ મદદગાર છે.
જાંબુ ડાયાબિટીશમાં કારગર ફળ છે. તે વારંવારે પેશાબ જવાની વારંવાર તરસ લાગવાની સમસ્યાથી છૂટકારો આપે છે. અને ડાયાબિટીશની લક્ષણોને ઠીક કરે છે. જાંબુમાં લો ગ્લાઇસેમિક હોય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. જાંબુના ઝાડના પાન અને છાલ ડાયાબિટીશની દવા માટે પણ ઉપયોગી છે.
પોટેશિયમથી ભરપૂર જાંબુ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ કારગર છે. 100 ગ્રામ જાંબુમાં 55 મિલિગરામ પોટેશિયમ હોય છે. જાંબુ હાર્ટ સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. ધમનીને સ્વસ્થ રાખે છે.
જાંબુમાં મિનરલ, એન્ટીઓક્સિડન્ટ, વિટામિન હોય છે. જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરીને ઇમ્યનિટીને વધારે છે.