Janmashtami 2023: મથુરાથી કાશ્મીર સુધી ઉજવાઈ કૃષ્ણ જન્માષ્ટમી, મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ તસવીરો
Krishna Janmashtami 2023: ગુરુવારે (7 સપ્ટેમ્બર) સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરાના મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા ત્યારે મુંબઈમાં દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ભગવાન કૃષ્ણના જન્મ પ્રસંગે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૈદિક મંત્રોના જાપ, શંખ અને ઘંટના અવાજની વચ્ચે, હજારો ભક્તોએ મથુરાના ત્રણ મુખ્ય મંદિરોમાં ભગવાન કૃષ્ણના 'અભિષેક સમારોહ' (ભગવાનના સ્નાન)ના સાક્ષી બન્યા. રાધા દામોદર મંદિરના પૂજારી બલરામ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાધા રમણ, રાધા દામોદર અને ગોકુલાનંદ મંદિરોમાં અભિષેક વિધિ કરવામાં આવી હતી. આ મંદિરોમાં આજે સવારે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
મથુરામાં સ્થિત ભગવાન કૃષ્ણના અન્ય ઘણા મંદિરોમાં મધરાતે 12 વાગ્યે અભિષેક સમારોહ યોજાશે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે હજારો શ્રદ્ધાળુઓએ શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત ભાગવત ભવન મંદિર અને અન્ય મંદિરોની મુલાકાત લીધી હતી.
આ ઉપરાંત વિદેશી ભક્તો દ્વારા શ્રી કૃષ્ણ જન્મસ્થળથી કલાકારોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મથુરાના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકો પરથી પસાર થઈ હતી. દ્વારકાધીશ મંદિરના જનસંપર્ક અધિકારી રાકેશ તિવારીએ જણાવ્યું કે મથુરાના દ્વારકાધીશ મંદિર, વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ વગેરે સહિત અન્ય મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
કૃષ્ણ બલરામ મંદિર (ઇસ્કોન વૃંદાવન)ના પ્રમુખ પંચગોડા પ્રભુના જણાવ્યા અનુસાર, વિવિધ દેશોમાંથી સેંકડો ભક્તોએ કૃષ્ણ બલરામ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. મથુરા જિલ્લા વહીવટીતંત્રે ભીડ અને નાસભાગ જેવી સ્થિતિને ટાળવા માટે બાંકે બિહારી મંદિરની અંદર ભક્તોની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય લીધો હતો.
મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે આયોજિત દહી હાંડી ઉત્સવ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 35 ગોવિંદા ઘાયલ થયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી. ઉત્સવ દરમિયાન, ગોવિંદા અથવા દહીં હાંડી સહભાગીઓ હવામાં લટકતી દહીં હાંડી તોડવા માટે માનવ પિરામિડ બનાવે છે. સમગ્ર શહેરમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પંજાબ અને હરિયાણામાં પણ જન્માષ્ટમીની ઉજવણી પરંપરાગત ઉત્સાહ અને ધાર્મિક ઉમંગ સાથે કરવામાં આવી હતી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારો લોકોએ મંદિરોની મુલાકાત લીધી હતી, સમગ્ર પ્રદેશના મંદિરોમાં કૃષ્ણના સ્તોત્રો અને ઉપદેશોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલગોપાલની મૂર્તિઓ ઝુલાઓ પર ગોઠવવામાં આવી હતી જે ભક્તો દ્વારા વિધિપૂર્વક ઝૂલવામાં આવી હતી.
શ્રીનગરમાં કાશ્મીરી પંડિતોએ જન્માષ્ટમી પર શોભાયાત્રા કાઢી હતી. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, શોભાયાત્રા હબ્બા કદલ વિસ્તારના ગણપતિયાર મંદિરથી શરૂ થઈ હતી અને ક્રાલખુદ અને બારબારશાહ થઈને ઐતિહાસિક લાલ ચોક ખાતે ઘંટાઘર પહોંચી હતી.