Space: ગુરુ-મંગળ ગ્રહ આવી રહ્યાં છે એકસાથે, 14 ઓગસ્ટની રાતે શું થવાનું છે જેની દુનિયાભરમાં થઇ રહી છે ચર્ચા
Jupiter Mars In Space: આવતીકાલે એટલે કે 14 ઓગસ્ટે બે સૌથી તેજસ્વી ગ્રહો એકબીજાની નજીકથી પસાર થવાના છે. ગુરુ અને મંગળ રાત્રે ચમકતા જોવા મળશે. ગુરુ અને મંગળ પૃથ્વી પરથી એકસાથે દેખાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૃથ્વી પરથી ઘણી વખત આપણે સૌરમંડળમાં થતી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. તેવી જ રીતે, આવતીકાલે, 14 ઓગસ્ટે, બે તેજસ્વી ગ્રહો એકબીજાની નજીકથી પસાર થવાના છે. ગુરુ અને મંગળ રાત્રે ચમકતા જોવા મળશે.
સૌરમંડળમાં, આ બે ગ્રહો એક બીજાની વચ્ચેથી એક્યૂટ એન્ગલ એટલે કે એક તૃતીયાંશ ડિગ્રીના અંતરે પસાર થશે. જ્યારે બે ગ્રહો એકબીજાની નજીક હોય ત્યારે તે અવકાશમાં ભાગ્યે જ જોવા મળે છે. જો તમારે પણ તેને જોવું હોય તો 14 ઓગસ્ટની રાત્રે 2 વાગ્યાથી બુધવારની સવાર સુધી સ્પષ્ટપણે જોઈ શકો છો.
આ રાત્રે ગુરુ અને મંગળ ખૂબ જ તેજસ્વી દેખાશે, તેથી તેઓ કોઈપણ ટેલિસ્કોપ વિના સરળતાથી જોઈ શકાય છે, પરંતુ જો તમારી પાસે ટેલિસ્કોપ હશે તો તમે તેને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકશો.
દૂરબીન દ્વારા, તમે ન માત્ર બંને ગ્રહોને જોઈ શકશો પરંતુ તમે ગુરુના ચાર મોટા ચંદ્રો પણ જોઈ શકશો. આ સમય દરમિયાન ગુરુ અને તેના ચંદ્રો મંગળની નીચે દેખાશે.
જ્યારે બંને ગ્રહો પૃથ્વી પરથી જોવામાં આવશે, તો એવું લાગશે કે બંને એકબીજાની ખૂબ નજીક છે, પરંતુ તેમની વચ્ચેનું અંતર 500 મિલિયન કિલોમીટર હશે. દૂરથી જોતા એવું જણાશે કે આ ગ્રહો એકબીજાની નજીક આવી ગયા છે.
ગુરુ મંગળ કરતાં કદમાં અનેક ગણો મોટો છે. તેથી જ તે દૂર હોવા છતાં તે મોટો અને તેજસ્વી દેખાય છે.