છલકાયું અમિતાભ બચ્ચનનું દર્દ, સોશિયલ મીડિયા દ્વારા કહ્યુ, 'પહેલાની જેમ હવે નથી મળતો......'
અમિતાભ બચ્ચનને હિન્દિ સિનેમાના લિવિંગ લિજન્ડ માનવામાં આવે છે. કલાકારોની પેઢીઓને તેમણે તેમના અભિનયથી પ્રભાવિત કર્યો છે અને આજે પણ કરે છે. આ બધાના બદલે બિગ બીને ફેન્સનો બેશુમાર પ્રેમ પણ મળ્યો છે. તેથી જ તેને સદીનો મહાનાયક કહેવાય છે. જો કે હાલ સોશિયલ મીડિયા અને ઇમોજીના દૌરમાં બિગ બી તેના જુના સમય અને તે સમયને ફેન્સને યાદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિતાભની આ ટીસ સોશિયલ મીડિયાની એક પોસ્ટ દ્રારા બહાર આવી છે. બિગ બીએ 40 વર્ષ જુનો એક ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે ફેન માટે ઓટોગ્રાફ સાઇન કરતા જોવા મળે છે. ફેનના ચહેરાની ચમક તેમની મનની ભાવનાને વ્યક્ત કરી રહી છે. આ ફોટો પોસ્ટ કરતા તેમણે ઇમોશનલ પોસ્ટ પણ લખી છે.
અમિતાભ બચ્ચને લખ્યું કે, 'એ દિવસ જતાં રહ્યાં, હવે સોશિયલ મીડિયાના અને ઇમોજીના સમયમાં ફેન્સો આવો પ્રત્યક્ષ પ્રેમ નથી મળતો.,આ ફેન્સના ચહેરાના ભાવ જુઓ. હવે તો માત્રા એક ઇમોજી મળે છે. જો આપ ખુશનસીબ હો તો'
અમિતાભાના અનેક ફેન્સે બિગ બીની આ પોસ્ટ પર રિએક્શન આપ્યું છે. રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા અદા કરનાર સુનિલ લહેરીએ કહ્યું કે, ખરેખર સાચી વાત છે તો બોલીવૂડની ફેમસ લેખિકા ભાવના સોમેયા એ બિગ બીના સંજિદા ચહેરા પર વાત કરતા કહ્યું કે. પરંતુ આપ કેમ હસતા નથી. તે આપના ચહેરા સામે કેટલી ઉમ્મીદ ભરી નજરે જોઇ રહ્યો છેઅમિતાભ બચ્ચનની પોસ્ટ પર તેમના ફેન્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝર્સે લખ્યું કે, તે આજે પણ બિગ બીની એટલી જ ચાહક છે. ક્યાં મળી જાય તો રડી પડે, એક યુઝરે કહ્યું કે, આ તસવીર ફિલ્મ કાલા પત્થરનાલંડન પ્રિમિયરની છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે તેમની જુની યાદો અનેક વાર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરે છે.