Kedarnath Dham: 2 વર્ષ બાદ સામાન્ય લોકો માટે ખુલ્યા કેદારનાથના કપાટ, શ્રદ્ધાળુઓને લાગ્યો મેળો, જુઓ PICS
Kedarnath Dham: કેદારનાથના કપાટ ફરીથી એકવાર આજે ખુલી ગયા છે. છ મેએ એટલે કે આજે કેદારનાથના કપાટ સવારે છ વાગ્યાને પચ્ચીસ મિનીટ પર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રસંગે મંદિર પરિસરને પુરેપુરી રીતે ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. મંદિરના કપાટ ખુલવાની સાથે જ હવે શ્રદ્ધાળુઓ નિયમાનુસાર, પૂજા અર્ચના કરી શકશે.
કપાટ ખુલતા પહેલા જ પૂજા અર્ચના કરવા માટે ગુરુવારે કેદારનાથમાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો હતો. વળી ડીએમ મયૂર દીક્ષિત (DM Mayur Dixit) શ્રદ્ધાળુઓની ભીડની સતત વ્યવસ્થા માટે તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યાં હતા.
બાબાના ધામના કપાટ ખોલવામા આવ્યા તો ભક્તોના જયકારાથી આખા વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. બાબાની પંચમુકી મૂર્તિ કેદાર મંદિરમાંથી વિજામાન કરવામા આવી. આ પછી વિધિપૂર્વક ભગવાન કેદારનાથના કપાટ ભક્તોના દર્શનાર્થે ખોલી દેવામાં આવ્યા. વળી, મંદિરમાં સર્વપ્રથમ પીએમ મોદીના નામથી પૂજા અર્ચના કરવામાં આવી.
પુજારીઓ તથા વેદપાઠીઓએ ગર્ભગૃહની સાફ સફાઇ કરી ભોગ ચઢાવ્યો અને પછી મંદિરમાં પૂજા અર્ચના કરવામા આવી. આ દરમિયાન કેદારનાથ ધામના રાવલ ભીમાશંકર લિંહ અને સીએમ પુષ્કર સિંહ ધામી સહિત બીકેટીસીના સભ્યો પણ હાજર રહ્યાં હતા.
સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આરાધ્યની વિધિ વિધાનની સાથે પુજા કરીને બાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.