Kedarnath Temple Row: કેદારનાથ મંદિરમાંથી ગુમ થઇ ગયું 228 કિલો સોનું? જાણો કોણે કર્યો ચોંકાવનારો દાવો?
Kedarnath Temple Row: દિલ્હીમાં નવું કેદારનાથ મંદિર બનાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેદારનાથ મંદિરને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા તાજેતરમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડમાં બનેલા કેદારનાથ મંદિર પર ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. તેમણે દાવો કર્યો કે કેદારનાથ ધામમાંથી મોટી માત્રામાં ગોલ્ડ ગુમ થયું છે. શંકરાચાર્યે તેને કૌભાંડ ગણાવ્યું હતું.
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કેદારનાથ ધામને લઈને મોટો આરોપ લગાવ્યો છે.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ છે.
16 જુલાઈ, 2024ના રોજ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તમે લોકો આ મુદ્દો કેમ ઉઠાવતા નથી?
શંકરાચાર્યએ વધુમાં પૂછ્યું કે કેદારનાથ ધામમાં કૌભાંડ થયું ત્યારે શું તમે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ કરશો?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મીડિયાને કહ્યું કે ત્યાં (દિલ્હીમાં) ફરીથી કૌભાંડ (કેદારનાથ મંદિર બનાવીને) થશે.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના જણાવ્યા અનુસાર, કેદારનાથ કૌભાંડ માટે કોણ જવાબદાર છે તેની કોઈ તપાસ કેમ નથી થઈ રહી? શંકરાચાર્યએ એમ પણ કહ્યું કે હવે રાજકીય લોકો આપણા (હિંદુઓના) ધાર્મિક સ્થળોમાં પ્રવેશ કરી રહ્યા છે. દિલ્હીમાં કેદારનાથ બનાવવાના સવાલ પર શંકરાચાર્યએ કહ્યું કે લોકેશન કેમ બદલવું પડે છે? આ એક અનધિકૃત પ્રયાસ છે.