Health Tips: રોગપ્રતિકારક શક્તિ વધારવાની આ અદભૂત ફળ કિવિના સેવનના આટલા છે ફાયદા
હેલ્થ:રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફળના અદભૂત રોગ છે. કિવિ પણ એક એવું જ ફળ છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીને અનેક રીતે ઉપયોગી છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. વધતી ઉંમરની શરીર પર થતી અસરને અટકાવે છે. તે આયરનથી પણ ભરપૂર હોવાથી હિમોગ્લોબિની કમીને દૂર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિવિના સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તે ફાઇબરથી ભરપૂર છે. ગેસ, અપચો, એસિડીટિથી રાહત મળે છે. કિવિનું જો નિયમિત સેવન કરવાામં આવે તો અનિદ્રાનું સમસ્યા પણ દૂર થાય છે. કિવિમાં ઓમેગો 3 ફેટી એસિડ હોય છે., તે હાર્ટ સંબંધિત બીમારીથી પણ દૂર રાખે છે
કિવિ વિટામીન 'સી' થી ભરપૂર છે. કિવિનું એક ફળ 40થી 50ગ્રામનું હોય છે. કિવિ આંખો સંબંધિત બીમારને દૂર કરે છે. શરીરના અન્ય દુખાવામાં પર કિવિ ઉપકારક છે. સાંધાના દુખાવા માટે કિવિ ઓષધ મનાય છે. કિવિમાં લ્યુટિન, આલ્ફા લિનોલેનિક એસિડ હોય છે. જે શરીને સ્વસ્થ રાખે છે અને ઇમ્યૂન સિસ્ટમ સક્ષમ બનાવે છે.
વિટામીન સીથી ભરપૂર કિવિમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જે શરીરને અનેક પ્રકારના સંક્રમણથી બચાવે છે. આટલું જ નહી તે શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને શરીરનું વજન ઘટાડે છે. કિવિમાં ઇન્ફેલેમટરી ગુણ હોય છે, આર્થાટાઇટિસની સમસ્યાથી પીડિત લોકો માટે કિવિનું સેવન ઓષધ સમાન છે. કિવિ શરીરનો સોજો ઓછો કરવામાં અને ઘાને રૂઝાવવા માટે પણ ઉપકારક છે.