Unmarried Chief Ministers: મુખ્યમંત્રીની ખુરશી પર બેઠેલા આ નેતાઓએ ક્યારેય નથી કર્યા લગ્ન, એક મહિલા પણ છે લિસ્ટમાં
મનોહર લાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી છે. હરિયાણાના રોહતક જિલ્લામાં જન્મેલા ખટ્ટરની ઉંમર 67 વર્ષથી વધુ છે. તેણે લગ્નજીવનથી પોતાને દૂર રાખ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. તેઓ 2017થી યુપી સીએમની ખુરશી સંભાળી રહ્યા છે. સીએમ યોગી અપરિણીત છે. વર્ષો પહેલા તેઓ ગૃહસ્થ આશ્રમમાંથી નિવૃત્ત થયા હતા.
નવીન પટનાયક 2000 થી ઓડિશાના મુખ્યમંત્રી છે. નવીન પટનાયક 75 વર્ષના છે, તેઓ સતત 5 વખત રાજ્યના સીએમ તરીકે ચૂંટાયા હતા. પટનાયક જીવનભર અપરિણીત રહ્યા છે.
મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. તેઓ સતત ત્રીજી વખત રાજ્યના સીએમ બન્યા છે. વિદ્યાર્થી જીવનથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કર્યા નથી.
સર્બાનંદ સોનોવાલ આસામના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2016 થી 2021 સુધી આ પદ પર હતા. 20121માં તેઓ નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય મંત્રી બન્યા. સોનોવાલે પણ પોતાને વિવાહિત જીવનથી દૂર રાખ્યા છે.