Online Portal: શું છે જન સમર્થ પૉર્ટલ ? જાણો તમે આ પૉર્ટલ દ્વારા ઉઠાવી શકો છો કોઇપણ સરકારી યોજનાનો લાભ
Jan Samarth Portal: કેન્દ્રની મોદી સરકાર ડિજીટલાઇઝેશન પર બહુજ જોર આપી રહી છે. સરકારે મોટાભાગની સરકારી યોજનાઓ અને બેન્કિંગ ફેસિલિટીને ઓનલાઇન કરી દીધી છે. તાજેતરમાં જ દેશમાં વડાપ્રધાન મોદીએ 'જન સમર્થ પૉટર્લ'ની શરૂઆત કરી છે. આ પૉર્ટલ દ્વારા સરકારે અલગ અલગ સરકારી યોજનાઓને એક જગ્યાએ લાવવાની કોશિશ કરી છે. આ સરકારી ક્રેડિટ યોજનાઓનુ એક સમાન પૉર્ટલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પૉર્ટલ દ્વારા લૉન લેવાવાળા અને લૉન અપવાવાળાને એક સાથે જોડવામાં આવે છે. આ પૉર્ટલ દ્વારા 13 સરકારી યોજનાઓ અંતર્ગત મળનારી લૉન માટે તમે અરજી કરી શકો છો. આનાથી તમારે લૉન લેવામાં આસાની રહેશે. (PC: Freepik)
આ પૉર્ટલ દ્વારા તમે 13 સરકારી યોજનાઓ માટે લૉન એપ્લીકેશન કરી શકો છો. આની સાથે જ લૉન માટે અરજી આપતા પહેલા એલિજિબિલિટીને પણ ચેક કરી શકો છો. આ પછી તમે લૉન માટે એલિજીબલ હોવ તો તમે આના માટે અરજી કરી શકો છો. (PC: Freepik)
ઉલ્લેખનીય છે કે, અરજીની પ્રક્રિયાને આસાનીથી ઓનલાઇન જ પુરી કરી શકાય છે. આ પછી તમે તમારી અરજીની સ્ટેટસને પણ ચેક કરી શકો છો. જો લૉનમાં કોઇપણ પ્રકારની પરેશાની થઇ રહી છે, તો તમે આની આસાનીથી ફરિયાદ પણ નોંધાવી શકો છે. (PC: Freepik)
આ પૉર્ટલ દ્વારા ગ્રાહક અને દેશની કેટલીય બેન્ક અને બિનસરકારી નાણાંકીય સંસ્થાઓ પણ જોડાયેલી છે. આ પૉર્ટલ દ્વારા 13 સરકારી યોજનાઓ અને ચાર કેટેગરીમાં લૉનને વહેંચવામાં આવી છે. આ કેટેગરી છે એજ્યૂકેશન, કૃષિ, બિઝનેસ અને જીવનપાયન માટે લૉન સામેલ છે. (PC: Freepik)
ખાસ વાત છે કે, આ પૉર્ટલ દ્વારા લૉનની અરજી બહુજ આસાન છે, સૌથી પહેલા તમે 4 કેટેગરીમાંથી કોઇપણ એકને પસંદ કરો,આ પછી કેટેગરી અનુસાર, તમારે તે સરકારી યોજના વિશે જાણકારી મળશે. આ પછી તમારી યોગ્યતાને ચેક કરો અને બાદમાં અરજીની પ્રક્રિયાને પુરી કરી શકાય છે. (PC: Freepik)