લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે નવા આર્મી ચીફ બનશે, જાણો એમના વિશેની અજાણી વાતો
Lt General Manoj Pandey : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે દેશના આગામી આર્મી ચીફ બનશે. કેન્દ્ર સરકારે સોમવારે 18 એપ્રિલે આ આદેશ જાહેર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે 29માં આર્મી ચીફ હશે અને તેઓ વર્તમાન આર્મી ચીફ જનરલ એમએમ નરવણેનું સ્થાન લેશે, જેઓ 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે.
જનરલ મનોજ પાંડેના આર્મી ચીફ બનવા સાથે ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યાં છે. તેઓ દેશના પ્રથમ એવા આર્મી ચીફ હશે જે એન્જિનિયરિંગ કોર્પ્સ સાથે જોડાયેલા છે.
6 મે 1962ના રોજ જન્મેલા લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેને ડિસેમ્બર 1982માં ભારતીય સેનામાં અધિકારી તરીકે કમિશન આપવામાં આવ્યું હતું.
સેનાની સંપૂર્ણ કોર્પ્સ સંભાળ્યા પછી, જનરલ પાંડેએ દેશની પ્રથમ ત્રિ-સેવા (યુનિફાઇડ આર્મી, એર ફોર્સ અને નેવી) કમાન્ડ એટલે કે આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી.
એનડીએમાં લશ્કરી શિક્ષણ ઉપરાંત, જનરલ પાંડેએ રાજધાની દિલ્હીમાં સ્ટાફ કોલેજ, કેમ્બરલી, ઈંગ્લેન્ડ અને નેશનલ ડિફેન્સ કોલેજ (એનડીસી)માંથી ઘણા લશ્કરી અભ્યાસક્રમો કર્યા છે. તે PVSM, AVSM અને VCM જેવા સેવા ચંદ્રકોના પ્રાપ્તકર્તા પણ છે.
ગયા વર્ષે ઓક્ટોબર 2020માં જનરલ પાંડેએ કહ્યું હતું કે ભારત LAC પર શાંતિ ઇચ્છે છે, પરંતુ જો ચીન આક્રમક વલણ ધરાવે છે તો ભારત પણ 'આક્રમક-મુદ્રા' અપનાવી શકે છે.