In Photos: નવી સંસદની સુરક્ષામાં મોટી ચુક, 2 લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને પીળા રંગનો ધૂમાડો.....
Lok Sabha Security Breach: સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. અહીં લોકસભાની કાર્યવાહી દરમિયાન એક યુવકે ગૃહમાં પ્રવેશ કર્યો.
સંસદની સુરક્ષામાં મોટી ચુક
1/5
લોકસભાની કાર્યવાહી દરમિયાન, બે યુવકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાંથી લોબીમાં કૂદકો માર્યો, જેનાથી અરાજકતા સર્જાઈ.
2/5
કાર્યવાહીમાં હાજર સાંસદોના જણાવ્યા અનુસાર બંને યુવકોના હાથમાં ટીયર ગેસના ડબ્બા હતા. જો કે, તેઓને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા.
3/5
આ દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી
4/5
દેખાવકારોમાં એક મહિલા અને એક પુરુષ હતા. પોલીસ બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે
5/5
ખાસ વાત એ છે કે આજે સંસદ પર આતંકી હુમલાની 22મી વરસી છે. આજથી 21 વર્ષ પહેલા જૂના સંસદ ભવન પર આતંકવાદીઓએ આતંકી હુમલો કર્યો હતો.
Published at : 13 Dec 2023 03:36 PM (IST)