LPG કનેક્શન કપાવાની અફવા પર સરકારે કર્યો મોટો ખુલાસો, જાણો 1 ઓક્ટોબરનો નવો નિયમ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ગેસ કનેક્શન કપાવાના મેસેજનું સંપૂર્ણ સત્ય, e-KYC ન કરવાથી થતું નુકસાન અને ઘરે બેઠા પ્રક્રિયા પૂર્ણ કરવાની સરળ રીતો.
Continues below advertisement

હાલમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે 30 September, 2026 સુધીમાં e-KYC પૂર્ણ નહીં થાય તો 1 October થી ઘરેલુ ગેસ કનેક્શન કાયમી માટે બંધ કરી દેવામાં આવશે. આ ભ્રામક દાવાના કારણે લાખો ગ્રાહકો અને ગૃહિણીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
Continues below advertisement
1/6
વાસ્તવિકતા એ છે કે કેન્દ્ર સરકાર કે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળની તેલ કંપનીઓ (Indane, Bharat Gas અને HP Gas) દ્વારા આવો કોઈ આદેશ અપાયો નથી. e-KYC ન કરવાના કારણે કોઈ પણ ગ્રાહકનું ગેસ કનેક્શન કાપવામાં કે સસ્પેન્ડ કરવામાં આવશે નહીં.
2/6
જો નિર્ધારિત સમય સુધીમાં વેરિફિકેશન પૂર્ણ ન થાય તો કનેક્શન ચાલુ જ રહેશે, પરંતુ ગ્રાહકોને મળતી આર્થિક રાહત અટકી જશે. નિયમ મુજબ e-KYC બાકી હોય તેવા ગ્રાહકોને મળતી પ્રતિ સિલિન્ડર આશરે ₹210 ની સરકારી સબસિડી અસ્થાયી ધોરણે બંધ થશે અને તેમણે નોન-સબસિડાઈઝ્ડ સિલિન્ડર લેવો પડશે.
3/6
સબસિડી બંધ થયા બાદ પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે ભવિષ્યમાં જેવું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ થશે કે તરત જ બેંક ખાતામાં સબસિડી ફરી મળવા લાગશે. જે ગ્રાહકોએ અગાઉ આ પ્રક્રિયા પૂરી કરી લીધી છે તેમણે ફરીથી કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી.
4/6
ગ્રાહકો એજન્સીના ધક્કા ખાધા વગર સ્માર્ટફોન દ્વારા માત્ર 2 મિનિટમાં ઘરે બેઠા જાતે e-KYC કરી શકે છે. આ માટે Google Play Store પરથી 'Aadhaar Face RD' એપ્લિકેશન અને પોતાની સંબંધિત ગેસ કંપનીની એપ (IndianOil ONE, Hello BPCL કે HP PAY) ડાઉનલોડ કરવાની રહેશે.
5/6
મોબાઈલ એપમાં રજિસ્ટર્ડ નંબરથી લોગિન કર્યા બાદ મેનુમાંથી 'LPG Services' અંતર્ગત 'e-KYC' નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ કેમેરા સામે ચહેરો રાખી નિર્દેશ અનુસાર ફેસ સ્કેન કરતાં જ ઓથેન્ટિકેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.
Continues below advertisement
6/6
ઓનલાઇન સિવાય પણ ગ્રાહકો માટે 2 અન્ય સરળ વિકલ્પો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. જ્યારે ડિલિવરી બોય સિલિન્ડર આપવા આવે ત્યારે તેના POS મશીનમાં ફિંગરપ્રિન્ટ આપીને અથવા નજીકની ગેસ એજન્સીની મુલાકાત લઈને બાયોમેટ્રિક દ્વારા આ વેરિફિકેશન વિનામૂલ્યે કરાવી શકાય છે.
Published at : 30 Sep 2026 04:56 PM (IST)